________________
બંગાળ-બિહાર-ઉડીસા અને ગેડ
૧૩૦
શત્રુતા કેમે કરતાં શાંત થઈ નહ. તેઓ પુનઃ કતલુખને સેનાપતિતરીકે આગળ કરી ઉડીસામાં બળવાન થવા લાગ્યા.
એ સમયે રાજા માનસિંહ કાબૂલના શાસનકર્તા તરીકે અફઘાનીસ્તાનની વ્યવસ્થા કરતો હતો. તેણે પોતાના બાહુબળથી તથા રાજપૂત સૈનિકોની સહાયથી કાબુલી જેવી તેફાની પ્રજાને છેક દાબી દીધી હતી. કાબૂલના વિદ્રોહીઓ રાજા માનસિંહનું નામમાત્ર સાંભળીને થરથરતા હતા. ત્યાંના સમસ્ત રહેવાસીઓ મુસલમાન હતા. તેમણે રાજા માનસિંહને બદલે એક મુસલમાન શાસનકર્તા ની નિમણુક કરવાની સમ્રાટ અકબરને પ્રાર્થના કરી. જનસમાજની ઈચ્છાનુસાર રાજયવ્યવસ્થા કરવામાં આપણા પ્રાચીન કાળને અશિક્ષિત અનક્ષર સમ્રાટ પિતાના ગારવમાં જરા પણ હાનિ માનતે નહતા. તેણે પ્રજાગભુની પ્રાર્થનાને માન આપી માનસિંહ જેવા પિતાના અતિમાનતા નરની પણ બદલી કરવામાં સંકોચ કર્યો નહિ, સમ્રાટે રાજા માનસિંહને કાબૂલમાંથી બોલાવી લઈ એક તરફ પ્રજા મતને માન આપ્યું અને બીજી તરફ માનસિંહને સુદ્ર અફઘાનિસ્તાનને બદલે, બંગ-બિહાર અને ઉડીસા જેવા સુવિસ્તૃત રાજ્યના શાસનકર્તાનું અત્યંત માનભર્યું પદ અર્પણ કર્યું. આથી રાજા માનસિંહ અને અફઘાન સ્તાનને સાધારણ જનસમાજ એ ઉભય પ્રસન્ન થયા. રાજાએ સૈન્યસહિત બંગાળમાં પ્રવેશ કરી વર્તમાન કલકત્તા પાસે છાવણી નાખી, તેને પુત્ર કુમાર જગતસિંહ ઉકત સૈન્યના એક મેટા ભાગને સેનાપતિ હતે, બંગાળીઓએ કુમાર અને તેના સૈન્ય ઉપર હલ્લો કરી સુશિક્ષિત મોગલ સૈન્યને પરાજિત કર્યું અને જગતસિંહને કેદ કર્યો, પરંતુ રાજા માનસિંહની બુદ્ધિ, વીરતા અને સાહસિક્તા પાસે કોઈ પણ ટકી શકે તેમ નહોતું. છેવટે તેણે પઠાણોને શાંત કરી બંગાળ, બિહાર તથા ઉડીસાને મોગલ સામ્રાજ્ય સાથે મેળવી દીધા અને રાજધાની તરીકે વર્તમાન રાજમહાલ નગરીની સ્થાપના કરી ત્યાં જ નિવાસ કર્યો.
રાજા માનસિંહના સમયમાં બંગાળી પ્રજાએ પોતાના વીરત્વને બહુ સારે પરિચય આપ્યો હતો. તેમાં યશેહરનો મહારાજા પ્રતાપાદિત્ય મુખ્ય હતું એમ કહેવું જોઇએ. તેણે ગૌરવને પુન: પ્રતિષ્ઠિત કરવાનું ભગીરથ પ્રયત્ન કર્યો હતો, અને તેથી તે હિંદુમાત્રના આદર્શરૂપ બન્યું હતું. બંગાળ ભલે મેગલ સામ્રાજ્યમાં ભળી ગયું તે પણ બંગાળીઓએ પિતાનું વીરત્વ પ્રકટ કરવામાં કદાપિ સંકેચ કર્યો નહે. મહાત્મા અબુલ ફઝલે લખ્યું છે કે- “ યુદ્ધસમયે બંગાળાને શાસનકર્તા સમ્રાટને ૮૦૧૧૫૦ પદાતિ, ૧૧૭૦ હાથીઓ, ૪૨૬૦ તે તથા ૪૪૦૦ યુદ્ધોયેગી બહત નૈકાઓની સહાયતા આપતા હતે.” આમાં જે સૈન્યને
ઉલ્લેખ કરવામાં આવ્યું છે, તેમાં હિંદુ અને મુસલમાન ઉભયને સમાવેશ થત A હતોતે પુનઃ લખે છે કે –“સામ્રાજ્યના રાજપૂત સૈનિકાએ રાજા રાયશાલ
Shree Sudhatmywami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com