________________
સમ્રાટ અકબર
ઉદ્દભવવા યોગ્ય છે. અમે કહીએ છીએ કે પૃથ્વીમાં જે સર્વ કરતાં અધિક પ્રાચીન સમયનું ગૌરવ સિદ્ધ કરવા કેઈ દેશ સમર્થ હેય તે તે આ ભારતવર્ષ જ છે. પંડિત પુરુષો એવું અનુમાન કરે છે કે ક્રાઈસ્ટથી હજારો વર્ષ પૂર્વે, હિંદુઓની અતિ પ્રાચીન કીર્તિસ્વરૂપ ટ્વેદની રચના થઈ હતી. આ વેદમાં આર્યજાતિની સભ્યતા અને જ્ઞાનનાં જે પ્રમાણો મળી આવે છે, તે ઉપરથી એવું અનુમાન થઈ શકે છે કે, કદની રચના થઈ તે પૂર્વે પણ સહસ્ત્ર સહસ્ત્ર વર્ષો પહેલાં આર્યપ્રજાએ જ્ઞાન અને સભ્યતાસંબંધી અતિ ઉન્નત અવસ્થા પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. પૃથ્વીના ઇતિહાસમાં સર્વથી પ્રથમ એકેશ્વરવાદ પ્રવર્તિત કરવાનું માન ઋગ્વદનેજ ઘટે છે. સુપ્રસિદ્ધ જર્મન પંડિત શોપનહેર લખે છે કે:-“મનુષ્યજ્ઞાનનો છેલ્લામાં છેલ્લે જે ઉત્કર્ષ સંભવે, તે ઉત્કર્ષમાંથીજ વેદરૂપી ફળ ઉત્પન્ન થયું છે. ઓગણીસમી સદીએ આપણને જે જે અને જેટલા જેટલા ઉપહારો આપ્યા છે તે સર્વ કરતાં વેદના સારાંશરૂપ ઉપનિષદ્દને પ્રાચીન ઉપહાર સર્વથી શ્રેષ્ઠ છે. પૃથ્વીમને ગમે તે ગ્રંથ તમે વાંચો પણ ઉપનિષદ્દના જેવો અપૂર્વ, ઉપકારક તથા પવિત્ર ગ્રંથ અન્ય એકે નહિ જણાય. તે ગ્રંથના વાચનથી જેવી રીતે મેં મારા જીવનમાં શાંતિ પ્રાપ્ત કરી છે તેવી જ રીતે મૃત્યુ સમયે પણ તેમાંથી શાંતિ મેળવીશ.”
પંડિત શિરોમણિ મેકસમૂલર કહે છે કે “ભારતનું વેદાંત એ સત્કૃષ્ટ ધર્મ તથા સર્વોત્કૃષ્ટ દર્શન છે.”
આ સર્વોત્કૃષ્ટ દર્શનની ભારતમાં જ રચના થઈ હતી. ડેબિસ સાહેબ લખે છે કે –“કપિલનું દર્શન એજ પૃથ્વીનું સર્વથી પ્રથમ દર્શન છે. હું કોણ છું? મારું શું થશે ? આ પૃથ્વી કેવી રીતે ઉત્પન્ન થઈ ? આ સર્વ ગંભીર પ્રશ્નોને કેવળ યુક્તિદ્વારા ઉત્તર આપવાને પૃથ્વીના ઇતિહાસમાં જે કેઇએ સર્વથી પ્રથમ પ્રયત્ન કર્યો હોય તો તે કપિલેજ કર્યો છે.” ફ્રેંચ દાર્શનિક કે જે લખે છે કે:-“ભારતના દર્શનશાસ્ત્રમાં એવું તે ગંભીર સત્ય સમાયેલું છે કે, વર્તમાન પાશ્ચાત્ય વિદ્વાનોની ગંભીર શોધના પરિણામે જે સત્ય આપણને અત્યારે મળી આવ્યું છે અને જે સત્યની આગળ બીજું કઈ સત્ય હશે કે નહિ તે વિચારી શકવાની પણ આપણામાં શક્તિ નથી, એમ આપણે ન છૂટકે સ્વીકારવું પડે છે, તે સત્યની સાથે જ્યારે ભારતના દાર્શનિક સત્યની તુલના કરીએ છીએ ત્યારે આપણને પ્રાપ્ત થયેલું સત્ય એવું તે નિર્માલ્ય લાગે છે કે ભારતીય દર્શનની પાસે પરાજિત થઈ, તેને પ્રણામ કર્યા વિના આપણાથી રહેવાતું નથી, એટલું જ નહિ પણ આ સર્વશ્રેષ્ઠ દર્શનની રચના, મનુષ્યજાતિના શૈશવક્ષેત્રરૂપ પ્રાગ્ય પ્રદેશમાં જ થઈ હતી, એમ પણ સ્વીકાર્યા વિના ચાલતું નથી.”
ગતમેજ સર્વથી પ્રથમ ન્યાયશાસ્ત્રની રચના કરી હતી. પાછળથી ગ્રીક - પંડિતએ તેની ઉન્નતિ કરી હતી. હિંદુ ન્યાયશાસ્ત્રીની નિગમન–પતિની સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com