________________
ભારતનું ગારવા
પાશ્ચાત્ય ન્યાયની નિગમન–પદ્ધતિ એટલી બધી મળતી આવે છે કે તેથી આપણને આશ્ચર્ય થયા વિના રહેતું નથી.
પંડિત કેલબુક અને બેન્ટલી સાહેબના અભિપ્રાય પ્રમાણે તિષવિદ્યાની ચર્ચા પણ ભારતવર્ષમાં પ્રથમ શરૂ થઈ હતી. પાંચમાં સૈકામાં આર્યભટ્ટ સૂર્ય અને ચંદ્રના ગ્રહણનું યથાર્થ કારણ તથા પિતાની ધરી ઉપર પૃથ્વી ફરી રહી છે વગેરે વિષયનું સ્પષ્ટીકરણ કર્યું હતું. તેમણે ઈસ્વીસનના પાંચમા સૈકામાં પૃથ્વીની પરિધિને જે નિર્ણય કર્યો હતો તેની સાથે પાશ્ચાત્ય પંડિતએ નિર્ણત કરેલી વર્તમાન પરિધિને મુકાબલે કરવાથી તેમાં વિશેષ ભેદ જણાતું નથી. છ સૈકા માં પંડિતવર વરાહ મિહિરે સર્વથી પ્રથમ મધ્યાકર્ષણ-શક્તિની શોધ કરી હતી. સાતમા સૈકામાં બ્રહ્મગુપ્ત જ્યોતિષ્ઠ–મંડળ સંબંધી અનેક નવી વાતે તથા સિદ્ધાંત શેધી કાઢયા હતા. તેમના ગ્રંથમાં પણ પૃથ્વીની મધ્યાકર્ષણશક્તિસંબંધી ઉલ્લેખ મળી આવે છે. પૃથ્વી ગોળ છે, એ વાત પણ પ્રાચીન ભારતીય યુગમાં નિશ્ચિત થઈ ચૂકી હતી.
ગણિતશાસ્ત્ર, દશમચિન્હવિન્યાસ, રેખાવિદ્યા, ત્રિકોણમિતિ તથા બીજગણિત આદિ વિષયની શોધ પણ ભારતવર્ષમાં જ સર્વથી પ્રથમ થઈ હતી. પંડિત કલબુક સાહેબે લખ્યું છે કે –“હિન્દુઓએ ગ્રીકની સહાય લીધા વિના બીજગણિત શોધી કાઢ્યું હતું. ”હંટર સાહેબ કહે છે કે –“ બ્રાહ્મણોએ પાશ્ચાત્ય પ્રદેશની સહાય સિવાય ગણિત અને બીજગણિતની અત્યંત ઉન્નતિ કરી હતી.” સારાંશ કે ભારતવાસીઓએ જ તિષવિદ્યા તથા રેખાવિદ્યામાં સર્વ પ્રથમ બીજગણિતને પ્રયોગ કર્યો હતો. આરઓએ ભારતના બીજગણિતને તથા દશમઅંકવિન્યાસપદ્ધતિનો અનુવાદ કરી, પોતાના દેશમાં પ્રચાર કર્યો હતો અને ત્યાંથી તે વિદ્યા ચૂરેપમાં દાખલ થઈ હતી. સુપ્રસિદ્ધ ભાસ્કરાચાર્યે ઈ. સ. ૧૧૫૦ માં પિતાને
સિદ્ધાંતશિરોમણિ' નામનો ગ્રંથ સમાપ્ત કર્યો હતો. એ ગ્રંથમાં બીજગણિત, લીલાવતી તથા ગળાધ્યાય ઇત્યાદિ વિષયોને સમાવેશ થઈ જાય છે. ભાસ્કરાચાર્યે ઉકત ગ્રંથમાં એવી તે ગંભીર અને કઠિન પ્રતિજ્ઞાઓનું સમાધાન કર્યું છે કે યુરોપીય પંડિત સત્તરમા તથા અઢારમા સૈકાપર્યત એ પ્રતિજ્ઞાઓને નિર્ણય કરવાને શકિતમાન થઈ શક્યા ન હતા. એક કાળે ભારતવર્ષે ગણિતશાસ્ત્રમાં
એટલી બધી ઉન્નતિ કરી હતી કે પાથત્ય ગણિતશાસ્ત્રીઓ આજે પણ તે વૃત્તાંત સાંભળી આશ્ચર્યમુગ્ધ થયા વિના રહેતા નથી.
પંડિતવર ગે સ્ટ્રકારના મત પ્રમાણે ઇ. સ. પૂર્વે નવમા તથા દશમા સિકામાં પાણિનિએ જગતમાં સર્વથી પ્રથમ વ્યાકરણની રચના કરી હતી. પાણિનિ
જે વૈયાકરણી પૃથ્વીમાતાએ બીજો એકે ઉત્પન્ન કર્યો નથી. a ચિકિત્સાશાસ્ત્ર પણ સર્વથી પ્રથમ ભારતવર્ષમાં જ રચાયું હતું. ચરક અને
Shree Sudharmaswami Gyanbrandar-Umara, Surat
www.umaragyanbhandar.com