________________
ભારતનું ગૈારવ
મુસલમાન સામ્રાજ્યને તેણે સમાનતા, મૈત્રી અને સ્વાધીનતામય બનાવી, હિઁદુ મુસલમાનના એક અપૂર્વ સમ્મિલિત સામ્રાજ્યરૂપે સિદ્ધ કરવાના પ્રયત્ન કર્યાં હતા. ટુકામાં હતાગિની ભારતભૂમિના રસાતળના ઉંડા અંધકારમાંથી ઉદ્ધાર કરી તેને મહાગારવયુકત પદે સ્થાપન કરવાના તેણે ભગીરથ પ્રયત્ન કર્યાં હતા. માતૃભૂમિના કલ્યાણ અર્થે અતિ દ્વાપણભર્યાં જે માર્ગો તેણે શોધ્યા તથા સ્વીકાર્યા હતા, તેના જ્યારે આપણે વિચાર કરીશું ત્યારે આપણને આશ્રય થયા વિના રહેશે નહિં. હિંદુ–મુસલમાનનું ચિરઆવાસ સ્થળ-આ ભારતવર્ષ કે જ્યાં આાજકાલ સ્વાથી હિંદુ તથા મુસલમાના પરસ્પર લેશ-કંકાસમાં તલ્લીન રહે છે, તે દેશની પ્રજાએ સમ્રાટ્ કુતિલક અકમ્મરની સ્વદેશસેવાનું ખાસ મનન કરવું જોઇએ, તેનું જીવનચરિત્ર ઘેરેઘેર વંચાવું જોઈએ અને માત્ર વાણીમાંજ સસ્વ માની એસનારા નિષ્ક્રમી શિક્ષાભિમાની “ સુશિક્ષિતા ” એ પણ તેમાંથી શિક્ષણ મેળ વવું જોઇએ. દેશનાં ક્રમનસીબે અક્ષર જેવા સમ્રાટ્ની સ્વદેશહિતપિતા તે કાળના હિંદુ–મુસલમાના ખરાખર સમજી શકયા નહિ, તેમજ વધારે દુર્ભાગ્યની વાત તા એ છે કે ખુદ અકબરના વંશજોજ અકબરની મગળમયી નીતિને અનુ સરી શકયા નહિ અને અકબરના શરીરની સાથેજ તેની ઉદાર રાજનીતિને પણ સમાધિમંદિરમાં દાટી દીધી ! વયેવૃદ્ધ અને તીક્ષ્ણ દષ્ટિયુકત પ્રતિહાસ આજે પણ કહી રહ્યો છે કે:- જો આ ભારતવર્ષ અક્ષરની રાજનીતિને યથાયાગ્યરૂપે અનુસરી શકયા હોત તેા તેની પાછળથી જે દુર્દશા થઈ તે ન થાત ! પૃથ્વીની સમસ્ત શકિતઓ એકીસાથે ભારતવર્ષ ઉપર આક્રમણ કરત તા પણભારતવર્ષ પેાતાનું સ્વત્વ ન ગુમાવત અને જગતની પ્રજાએમાં પેાતાનું અતુલ ગૈારવ સ્થાપન કરવાને પણ સમ થાત.
k
""
""
ભૂતકાળમાં ભારતનું ગૈારવ કેવું હતું ? આ ભૂમિમાં ધેાર અંધકારમયી રજની વિસ્તરી તે પહેલાં કેવા પૂર્ણ પ્રકાશમય સૂર્ય પ્રકટ થઈ ગયા હતા ? એ વાત કહેતાં અમારૂં હૃદય ચીરાઈ જાય છે ! અમને એમજ લાગી આવે છે કે અમારા સુખના દિવસા ગયા તો ભલે ગયા, પણ સુખની સાથે અમારી સ્મૃતિ પણ કેમ ન ચાલી ગષ્ઠ ? ભારતના ગૈારવ–રવિ મૂળથીજ અસ્ત થયેલા નહાતા-ભારતવર્ષના ભાગ્યમાં મૂળથીજ ધનધાર અંધકાર લખાયેલા નહેાતે; જ્ઞાન અને ધર્મ, સભ્યતા અને સ્વતંત્રતા, જો વસ્તુતઃ કાઇ પણ સ્થળે પ્રથમ ઉત્પન્ન થયાં હાય તો તે સ્થળ આ ભારતવજ છે. પ્રાચીન પૂ`ગગનમાં સર્વ પ્રથમ જે મનેાહર લાહિત ટાના વિકાસ થયેા હતા, તેજ લેાહિત છટા આજે પશ્ચિમમાં ઉતરી છે અને પ્રખર પાશ્ચાત્યજ્ઞાનરૂપે યૂરોપ તથા અમેરિકાને અજવાળી રહી છે, ત્યારે ભારતવર્ષમાં અત્યારે રાત્રિકાળ છે !
ભારતવર્ષમાં પ્રથમ પ્રકાશા ઉદય કયારે થયા ? એવા પ્રશ્ન આ સ્થળે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat