________________
ગુજરાત અને મિજા આજીજ કેક
૧૧૭
રાજાઓની એવી જ અવસ્થા થઈ હતી.
રાજા તૃતીય મુજફરના સર્વપ્રધાન અમાત્યતરીકે એતમાદમાં રાજ્યની સઘળી વ્યવસ્થા કરતું હતું. તે પ્રથમ હિંદુ હ; પણ પાછળથી તેણે મુસલમાન ધર્મ સ્વીકાર્યો હતો. તે એક શક્તિવાન અને સુયોગ્ય અમાત્ય હતું. તેણે ગુજરાતની અરાજકતા અને આત્મદ્રોહને દાબી દેવાના અનેક પ્રયત્ન કર્યા પણ જ્યારે તેમાં તે ફતેહમંદ ન થયું ત્યારે તેણે ગુજરાત પ્રદેશ ઉપર અધિકાર મેળવવા સારૂ અકબરને આવાહન કર્યું. પિતાએ એકવાર જે પ્રદેશ અધિકૃત કર્યો હતો, તે પ્રદેશને પિતાના તાબામાં લઈ, મેગલ સામ્રાજ્યમાં મેળવી દેવાની તક અકબરને મળતાં તે રાજી થશે. ઈ. સ૧૫૭૨ ના સપ્ટેમ્બર માસમાં સમ્રાટે સૈન્યસહિત ફતેહપુર-સીક્રીથી પ્રયાણ કરી અજમેરમાં મઈનુદ્દીન ચિસ્તીના સમાધિમંદિરની યાત્રા કરી આગળ પ્રયાણ કર્યું. આગ્રાથી ગુજરાતપર્યંતના માર્ગમાં શત્રુનું સૈન્ય એકત્ર ન થઈ શકે અને રાજધાનીમાંથી એગ્ય સમયે લશ્કર વગેરેની તત્કાળ મદદ આવી શકે એટલા માટે સમ્રાટ, માર્ગમાંજ બહેરામખાં અને રાયસિંહની સરદારી નીચે એક હજાર ઘોડેસ્વારનું સન્ય રાખી, પોતે આગળ ચાલ્યો. સહેજ દૂર ગયા પછી સમ્રાટને ત્યાં બીજા એક પુત્રને જન્મ થયો છે, એવા આનંદજનક સમાચાર તેને મળ્યા. આ પુત્ર કુમાર દાનીઅલના નામથી ઇતિહાસમાં જાણીતો થયું છે. સમ્રાટે ગુજરાતની ભૂમિ ઉપર પગ મૂક્યો કે તરત જ તેને બીજા એવા સમાચાર મળ્યા કે ગુજરાતને રાજા ત્યાંથી નાસી ગયો છે. આથી અકબરે તે રાજાને શોધી કાઢવા ચોતરફ પિતાનાં માણસે રવાના કર્યા. તપાસ કરતાં એક ધાન્યના ક્ષેત્રની નજીક ઉક્ત રાજાનું છત્ર તથા એવુંજ બીજું રાજકીય ચિન્હ (ચંદ્રાત૫) અકબરના એક સૈનિકને મળી આવ્યું. વધારે તપાસ ચલાવતાં રાજાને પણ તેટલામાંજ પત્તો લાગી ગયે. સમ્રાટે તેને બહુ આદર-સત્કારપૂર્વક પિતાની પાસે બેલાવ્યો અને તેણે પણ પોતાની રાજી-ખુશીથી પોતાનું રાજ્ય સમ્રાટના હસ્તમાં સમર્પણ કર્યું. અકબરે તેને ભરણ-પોષણ અર્થે પુષ્કળ ધન-સંપત્તિ આપી, એટલું જ નહિ પણ પિતાના રાજદરબારમાં એક ઉમરાવતરીકે તેની નિમણુક કરી. ત્યારબાદ તે રાજા આગ્રા ખાતે રહેવા લાગ્યો.
હવે સમ્રાટ અકબર ગુજરાતને અધીશ્વર થયો. એતમાદમાં સમ્રાટને મળવા માટે આવે છે, એમ સાંભળી સમ્રાટે તેના પ્રત્યે સન્માન દર્શાવવા પિતાના કેટલાક પ્રધાનઅમાત્ય તેની સામે મોકલ્યા. તેઓ રસ્તામાંજ એતમાદખાને મળ્યા અને તેને બહુજ માનપૂર્વક સમ્રાટની છાવણ પાસે લઈ ગયા. સમ્રાટ પોતે પણ છાવણીના તંબમાંથી બહાર આવ્યા અને નવા અતિથિ કે જે હજી હાથી ઉપર
બેઠે હતું, તેને આવકાર આપે. આવી રીતે ગુજરાતના અનેક સમાનનીય A માણસો સમ્રાટ પાસે હાજર થઈ તેની તાબેદારી સ્વીકાર કરવા લાગ્યા. એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com