________________
૧૨૮
સમ્રાટ અકબર
સર્વની સાથે સ્નેહ અને સરળભાવે વાર્તાલાપ કરી, સમ્રાટે તેમને પોતાના મિત્ર બનાવ્યા. વસ્તુતઃ એકવાર સમ્રાટની સાથે વાર્તાલાપ કરનાર તેજ ક્ષણે તેની સાથે મિત્રતાની પવિત્ર ગ્રંથિથી જોડાયા વિના રહેતો નહિ, એ વાત અમે પૂર્વે કહી ચૂક્યા છીએ. અકબર પણ નિષ્કપટભાવે તેમને સત્કાર કરતે. તેને ઉદેશ પ્રજાકીય ભાવ તૈયાર કરવાનું હતું. પ્રજામાં મહેમાંહેના ભેદ પડાવીને સામ્રાજ્યને સુદઢ કરવું, એવી ભાવના તેના અંત:કરણમાં લેશમાત્ર પણ નહોતી. વૈરનું શમન પ્રતિદ્વારાજ થઈ શકે છે, એ રહસ્ય તે બહુ સારી રીતે સમજતો હત; અને એટલાજ માટે તે સર્વની સાથે સદ્વ્યવહાર ચલાવતી વેળા, પિતે ભારતવર્ષને એક પ્રબળ પ્રતાપી સમ્રાટ છે, એ અહંકારી ભાવ વિસરી જતો હતો. તે નિરભિમાનપણે ગમે તેવા શુદ્ર માણસને પણ હાસ્યવદને આવકાર આપતે અને ખુલ્લા દિલથી તેની સાથે વાર્તાલાપ કરી પ્રેક્ષકને મુગ્ધ કરતે. મનુષ્યને વશી. ભૂત કરવાનો વશીકરણમંત્ર તે જાણતો હતો, એમ કહીએ તે પણ અયોગ્ય નથી.
ત્યાર બાદ સમ્રાટે ગુજરાતની રાજધાની અમદાવાદમાં પ્રવેશ કર્યો. આગળથીજ અકબરની કીર્તિ સમસ્ત ભારતવર્ષમાં પ્રસરી ચૂકેલી હતી, જેથી તે અમદાવાદમાં આવ્યો કે તરતજ શહેરીઓનાં ટોળેટોળાં તેના દર્શનાર્થે આવવા લાગ્યાં; અને અરાજકતામાંથી તથા અત્યાચારમાંથી પોતાને ઉદ્ધાર કર્યો, તે માટે તેઓ મુક્તકઠે આનંદ પ્રદર્શિત કરવા લાગ્યાં.
અકબરે અત્યારપર્યત સમુદ્રનાં દર્શન કર્યા નહતાં. સમુદ્રદર્શનની ઉત્કંઠા ઉદ્ભવવાથી તેણે ખંભાત નગરી તરફ પ્રયાણ કર્યું. ખંભાતનું સાંદર્ય અને ઐશ્વર્ય જો કે આજે અંતહિત થઈ ગયું છે, તે પણ અમે જે સમયનું આ સ્થળે વર્ણન કરીએ છીએ તે સમયે ખંભાત નગરી એક અત્યંત સમૃદ્ધિશાળી નગરી હતી. ભારતવર્ષનું તે એક પ્રધાનવાણિજ્ય-સ્થાન હતું. અનેક વણિકવેપારીઓ ઈરાન દેશ, દમાસ્કસ તથા એશીઆ માઇનર આદિ દૂર દેશમથિી આ સ્થળે સમુદ્રમા આવતા. અસંખ્ય નાનાં-મોટાં વહાણે સમુદ્રની શોભામાં વૃદ્ધિ કરતાં આ સ્થળે દૃષ્ટિગોચર થતાં હતાં. સમ્રાટે એક વહાણમાં બેસી સમુદ્રમાં થોડે દૂર સુધી મુસાફરી કરી અને પિતાને સંપૂર્ણ આનંદ અમાત્ય પાસે પ્રદર્શિત કર્યો. યુરોપનાં વહાણો કે જે તે સમયે ત્યાં હાજર હતાં તેનું સમ્રાટે નિરીક્ષણ કર્યું અને તેવાંજ વહાણો હિંદુસ્તાનમાં તૈયાર કરાવવાનો સંકલ્પ કર્યો. યૂરોપીય જહાજો સાથે ભારતીય જહાજે સ્પર્ધા કરી શકે, એટલું જ નહિ પણ વાણિજ્ય-વ્યાપારમાં હિંદ આગળ વધે તેવી વ્યવસ્થા કરવાને સમ્રાટ દઢ. સંકલ્પ કર્યો.
હજી સમસ્ત ગુજરાતમાં સંપૂર્ણ શાંતિ સ્થાપિત થઈ નહોતી. પઠાણુવંશના - મિજ ગુજરાતને અમુક પ્રદેશ તાબે રાખી અકબરની સામે પ્રસંગોપાત શત્રુતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com