________________
૧૧૬
સમ્રાટ અકબર
પવિત્ર નામનું આજે પણ યશોગાન ગવાય છે. પ્રત્યેક ગૃહે તેમના નૈરવની સ્તુતિ થાય છે. સમગ્ર ભારતની વિવિધ ભાષાઓ પણ એ મહાવીરેની કીર્તિગાથા - ન્માનપૂર્વક સાચવી રહી છે. આ ક્ષણભંગુર મનુષ્ય-જીવનમાં એથી અધિક સૈભાગ્યનો વિષય અન્ય શું હોઈ શકે ?
दशम अध्याय-गुजरात अने मिर्जा आजीज कोका
areilim ચીની પરિવ્રાજક હ્યુએનસંગ ઈ. સ. ના સાતમા સૈકામાં ગુજરાતની શક્તિ, એશ્વર્ય અને ઉન્નતિ જોઇને દિમૂઢ બની ગયું હતું. ઈ. સ. ૧૧૯૩ માં મહમદઘેરીએ દિલ્હી ઉપર વિજય મેળવી ભારતવર્ષમાં મુસલમાન સામ્રાજય વિસ્તારવાનો નિશ્ચય કર્યો, ત્યાર પછી દેઢસોથી અધિક વર્ષ પર્યત ગુજરાત દેશ પરમ સન્માનપૂર્વક હિંદુશકિત અને હિંદુગારવની રક્ષા કરી શક્યો હતો. ગુજરાતની નજીકમાંજ મુસલમાનો જ્યારે ધીરે ધીરે ભારતવર્ષને ગળી જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે ગુજરાતનો હિંદુ રાજા પાસેના હિંદુરાજા સાથે મળી જઇ શકિતવાન બનવાને બદલે માળવાના હિંદુરાજ્ય સાથે સંગ્રામ કરવા તત્પર થયો. એના પરિણામે ગુજરાત શક્તિહીન બની જતાં મુસલમાનેએ અનાયાસે પોતાની સત્તા બેસાડી દીધી. (ઈ. સ. ૧૨૯૭) ગુજરાતની દુર્દ. શાને હવે યથાર્થ આરંભ થયો. એક સમયે હુમાયુએ ગુજરાતના પઠાણ રાજાને હરાવી ગુજરાત ઉપર પિતાને અધિકાર ફેલાવ્યો હતો, પણ પુનઃ પઠાણ રાજાએાએ તે પડાવી લઈ પિતાને આધીન કર્યો હતો. ત્યાર બાદ તેઓ પરસ્પરમાં આત્મકલહ કરવા લાગ્યા. અમે જે સમયનું વર્ણન કરવા માગીએ છીએ તે સમયે ગુજરાતમાં અરાજકતાને પ્રવાહ પ્રબળપણે વહી રહ્યો હતો. ફિરિસ્તા લખે છે કે –“એ સમયે ગુજરાતમાં માત્ર એકજ એવો રાજા હતા કે જેને રાજકર્તા તરીકે આપણે માન આપી શકીએ. તેનું નામ મુજફર ત્રીજ હતું. તેના નેકરે બહુ જુલમી અને કૂર હતા. સતત આત્મક્લેશ અને યુદ્ધને લીધે ગુજરાતની પ્રજા ઘર દુઃખ સહન કરી રહી હતી. ગુજરાતીઓ માત્ર અકબર તરફ આશાની દષ્ટિથી નિહાળતા બેસી રહ્યા હતા. જુલમી નોકરે વીંછીની માફક સ્વદેશનું ઉદર ફેલી રહ્યા હતા. (ભક્ષણ કરી રહ્યા હતા)” સુન અને વિચારશીલ મનુષ્યો આ વાત બહુ સારી રીતે સમજે છે કે ગમે તેવા પ્રબળ સામ્રાજ્યમાં પણ જ્યારે માંહેમાંહે કલહ ચાલે છે અને સાધારણ જનસમાજ ઉપરાઉપરિબળવાઓ જગાડે છે, ત્યારે તે સામ્રાજ્યનું પતન થયા વિના રહેતું નથી; કઈ એક અન્ય પ્રબળ વ્યક્તિ
તેમના ઉપર અધિકાર મેળવી, તેમને પિતાની અધીનતામાં લઈ લે છે. ગુજરાતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com