________________
ચિતડ અને રાજસ્થાન
૧૧૫
વીર નરેની મૂર્તિઓ તૈયાર કરાવી મહાનગરી આગ્રાની મધ્યમાં કિલ્લાના મુખ્યકાર પાસે સ્થાપિત કરાવી હતી. તે બે મૂર્તિઓ મનહર પ્રસ્તરદ્વારા તૈયાર કરાવવામાં આવી હતી અને બંને વીર પુરુષોને, બે ભિન્ન ભિન્ન હસ્તી ઉપર બેસાડવામાં આવ્યા હતા. મૂર્તિની સ્થાપના સમયે અકબરે મોટે ઉત્સવ કર્યો હતો, એમ કહેવાય છે. કોઈ પણ દેશના રાજાએ કઈ પણ કાળે શત્રુઓ પ્રત્યે આવું અદ્દભુત સન્માન પ્રદર્શિત કર્યું હેય, એમ ઈતિહાસમાં દર્શાવી શકશો? અકબર વીરપૂજાનો કેટલો પક્ષપાત ધરાવતા હતા, તે શું માત્ર આ એકજ, ઉદાહરણદારા સિહ નથી થતું ?
. ત્યારબાદ ઉત મૂર્તિઓ દિલ્હીના દુર્ગારમાં સ્થાપિત કરાવવામાં આવી હતી. બનીયર સાહેબ કે જેણે ઈસ. ના સત્તરમા સૈકામાં ભારતના મધ્યભાગમાં મુસાફરી કરી હતી, તે આ મૂર્તિઓનું પ્રત્યક્ષ દર્શન કરીને લખે છે કે –“આ બંને મૂર્તિઓ મહાન હસ્તી ઉપર સ્થાપન કરવામાં આવી છે. તેમની મહાવીરત્વસૂચક અને સુંદર છબી જેવાથી મને જે ભકિતભાવ અને અત્યાશ્ચર્ય ઉત્પન્ન થયું હતું તેનું વર્ણન કરવા જેટલી મારામાં શક્તિ નથી.” અઢારમા સૈકાના અને મરાઠાઓએ જ્યારે દિલ્હી ઉપર અધિકાર મેળવ્યો ત્યારે તેમણે ક્રોધના આવેગમાં ઉક્ત મૂર્તિઓ વિનષ્ટ કરી યમુનાના ઉંડા જળમાં ફેંકી દીધી હતી, એમ
લોકોનું માનવું છે; પરંતુ ૧૮૫૭–૧૮ ના બળવા સમયે અંગ્રેજોએ જ્યારે દિલ્હી ઉપર પુનઃ અધિકાર મેળવ્યું ત્યારે પૃથ્વીમાંથી બાર ફીટ જેટલી ઉંડાઈએ એક હસ્તીમૂર્તિ મળી આવી હતી. આ મૂર્તિ અત્યારે પણ દિલ્હીના સાધારણ વિહાર-ઉદ્યાનમાં જોઈ શકાય છે. હસ્તી ઉપર માત્ર એક માવત બેઠેલે જણાય છે. હસ્તીની મૂર્તિ પથ્થરના કાળા પડમાંથી અને માવતની મૂર્તિ રાતા પડમાંથી ઘડવામાં આવેલી જોઈ શકાય છે. હસ્તીની આકૃતિ અને વર્ણ જેવાથી હસ્તી જાણે જીવતા જાગતે જ હેય એમ પ્રેક્ષકને લાગ્યા વિના રહેતું નથી. તેની વેદિકા ઉપર અમે અંગ્રેજી ભાષામાં નીચેના શબ્દ બહુજ આશ્ચર્યપૂર્વક વાંચ્યા -“સમ્રાટ શાહજહાને આ મૂર્તિ ખાસ ગાલીઅરમાંથી મંગાવી હતી. આ ઉક્તિમાં કેટલું સત્ય છે તે અમે કહી શકતા નથી. અમે માત્ર એટલું જ પૂછીએ છીએ કે તે પછી જયમલ અને પૂતની પ્રસ્તર મૂર્તિ ક્યાં ગઈ? અમને લાગે છે કે આ હતભાગ્ય દેશમાં એવા મહાવીર પુરુષોની મૂર્તિની આવશ્યકતા નથી, એટલાજ માટે તે અદશ્ય થઈ ગઈ હશે! - જયમલ અને પૂર જો કે પિતાને ઉદ્દેશ સાધવામાં નિષ્ફળ નિવડયા હતા તે પણ તેમણે જન્મભૂમિની ખાતર આત્મભોગ આપવામાં લેશમાત્ર
સેવ્યો નહે. સ્વદેશની રક્ષા અર્થે તેમણે પરમ માન અને ગૌરવપૂર્વક પિતાને - પ્રાણુ અપવામાં પાછી પાની કરી નહોતી. એ નિમિત્તે સમગ્ર રાજસ્થાનમાં તેમના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com