________________
૧૧૪
સમ્રાટ અકબર
પાસેથી એવી તે અપૂર્વ કીર્તિ પ્રાપ્ત કરી હતી કે અકબરના જેવી કીર્તિ, તેની જાતિને અન્ય કોઈ પણ રાજા પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી થઈ શકી નથી. રાજપૂતાના મેગલ સામ્રાજ્યમાં મળી ગયું, તે ઘણેખરે અંશે સમ્રાટના સદ્દગુણોને જ આભારી છે. રાજપૂતો પરાધીનતાની જે બેડીને લેહશુંખલા માનતા હતા, તેજ બેડીને સ્વર્ણમંડિત પણ બનાવી શકાય છે, એમ અકબરે પોતાના વર્તનથી સિદ્ધ કરી આપ્યું હતું.”
વહીલર સાહેબે લખ્યું છે કે –“રાજસ્થાનના અન્ય અન્ય નૃપતિઓ ઉપર ચિતોડના મહારાણાની જે સત્તા હતી, તે સતાજ માત્ર અકબરે પડાવી લીધી હતી. સમ્રાટ અકબરે ચિતોડના રાજ્યમાં વિશેષ પગપેસારો કર્યો નહોતે. સમ્રાટે ચિતોડના મહારાણાને તથા તેમના સૈન્યને પિતાના (સામ્રાજ્યના) કર્તવ્યમાં જોડયું હતું અને તેમને અમુક પગાર ઉપરાંત અમીરનું પદ પણ પ્રદાન કર્યું હતું.”
ચિતોડના કિલ્લા ઉપર વિજય મેળવ, એ એક અસાધારણ અને અતિ ઉ. જજવળ કીર્તિ ઇતિહાસમાં પ્રાપ્ત કરવા સમાન છે, એમ અકબર સારી પેઠે સમજતો હતે. ચિતોડ ઉપર જે વિજય મેળવી શકાય તે પિતાનું નામ વીર નરેમાં અગ્રગણ્ય લેખાય, એમ પણ તે માનતા હતા. આટલું છતાં તેણે ચિતડ ખાતે મહારાણું કુંભના સુપ્રસિદ્ધ વિજયસ્તંભ પાસે પોતાનો કીર્તિસ્તંભ સ્થાપિત કરાબે નહિ, અથવા પિતાનું આત્મગૌરવ પ્રદર્શિત કરવા દિલ્હી કે આગ્રા ખાતે પણ વિજયસ્તંભની સ્થાપના કરી નહિ. ચિતોડના પર્વતની પાસે યુદ્ધ સમયે સમ્રાટ અકબરની છાવણીમાં એક મેટો સ્તંભ દીપકના આધાર માટે ખડે કરવામાં આવ્યો હતા. આ સ્તંભને દીવાદાંડીનું નામ આપીએ તોપણ બહુ વાંધા જેવું નથી. ઉક્ત સ્તંભ ત પથ્થરને, કોઈ પણ પ્રકારની શોભાવિનાનો તથા પાંત્રીશ ફીટ જેટલે ઉંચાઈમાં છે. તેના ઉપર રાત્રિના સમયે એક દીપક મૂકવામાં આવતા અને તે દીપકના પ્ર શિવ સૈનિકે પિતતાને માર્ગ નક્કી કરી શકતા. આ દીપસ્તંભ અત્યારે પણ જોઈ શકાય છે. જયસ્તંભને બદલે નિરભિમાની અકબર પિતાની પાછળ અજાણતાં દીપસ્તંભ મૂકી ગયા છે ! સ્તંભ ઉપર જે દીપક હતો, તે નાશ પામ્યો છે. રાજપૂતાનાના ખેડુતો એ સ્તંભને “અકબરકા દીયા” અર્થાત અકબરને દીવે એવા નામથી હજી પણ ઓળખાવે છે. વિશાળ જંગલમાં અકબરના વિજયને સૂચવનારે એ સ્તંભ વર્તમાનકાળે પણ અડગભાવે ઉભે રહ્યો છે.
અકબરની નિરભિમાનતા આપણે જોઈ. તે સાથે તે પોતાના શત્રુઓ પ્રત્યે કેટલું માન ધરાવતે તેનું નિરીક્ષણ કરશું તે તે અસ્થાને નહિ લેખાય. મહાવીર જયમલે તથા પૂર્વે ચિડના ઘેરા સમયે જે વીરત્વ દર્શાવ્યું હતું, તે વીરત્વ પ્રત્યે પતે સંપૂર્ણ માનની લાગણીથી જુએ છે, એમ દર્શાવવા અકબરે ઉત ઉભય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com