________________
ચિતાડ અને રાજસ્થાન
૧૧૩
વિશ્વાસ થઇ ચૂકયા હતા; નહિતર કાઇ પણ રાજા પોતાના પ્રાણાધિક પ્રિય પુત્રને દુશ્મનની છાવણીમાં માલવાની કદાપિ હિંમત કરી શકે નહિ. સાટે કુમારને અતિ સ્નેહપૂર્ણાંક સત્કાર કર્યાં અને રાજા રામચંદ્ર વાઘેલાને પોતાની છાવણીમાં માલાવવા રાજ્યના એક પ્રધાન અમાત્યને રવાના કર્યાં. રામયદ્ર વાધેલા છાવણી પાસે હાજર થયા એટલે સમ્રાટે તેને બે હજાર સેનાનુ સેનાપતિપદ અર્પણુ કરી માનમાં વૃદ્ધિ કરી. રાજા રામચંદ્રે વિવિધ સ્થળે પેાતાના મહાવીરત્વને પ્રકાશ કરી માગલ સામ્રાજ્યની અંતઃકરણપૂર્વક પુષ્કળ સેવા કરી હતી.
ચિતાને કિલ્લો નષ્ટ થયા છે, ચિતાડનું રાજપ સ્મશાનવત્ બન્યું છે. હવે સમ્રાટની સામે પ્રતિકૂળપણે ઉભા રહેવાની કેાઈ રાજપૂત રાજ્યમાં શક્તિ રહી નથી ! જોધપુર અને બિકાનેરના નૃપતિઓએ સ્વેચ્છાપૂર્વક મોગલ સમ્રાટની આધીનતા સ્વીકારી લીધી. બિકાનેરના રાજા રાયસિંહને ચાર હજાર સેનાનુ સેનાપતિપદ અણુ કરવામાં આવ્યું હતું; ત્યારબાદ તેણે ગુજરાત, પંજામ, બંગાળા, ખલુચિસ્તાન તથા સિંધુ અને મેવાડના પ્રદેશામાં અતિ સાહસ અને વીરત્વપૂર્ણાંક મોગલ સામ્રાજ્ય તરફથી રાજકા ભાર ચલાવ્યા હતા.
૪૦ સ૦ ૧૫૭૦ માં સમ્રાટને મુરાદ નામના એક ખીજા પુત્રની પ્રાપ્તિ થઇ. એક તરથી સમ્રાટનું રાજ્ય જેમ વૃદ્ધિ ંગત થવા લાગ્યું, તેમ બીજી તરફ સમ્રાટના પરિવારમાં પણ પુત્ર—કન્યાની વૃદ્ધિ થવા લાગી. સમ્રાટ અકબરનું જીવન દિનપ્રતિદિન વિશેષ સુખમય તથા સૈાભાગ્યમય બનવા લાગ્યું એમ કહેવાની જરૂર નથી.
રાજસ્થાનમાં માગલપતાકા કેવી રીતે ફરકવા પામી તે આપણે જોઇ ગયા. રાજસ્થાને મોગલ સમ્રાટની અધીનતાનેા કેવી રીતે સ્વીકાર કર્યો તે પણ આપણે પ્રત્યક્ષ કરી ચૂક્યા. રાજસ્થાન અનેક શક્તિશાળી હિંદુ રાજાએવડે પરિપૂર્ણ હતું, છતાં તેમણે સર્વેએ એકત્ર થઈ એક પ્રશ્નળ સંયુક્ત રાજ્યની સ્થાપના કરવાના પ્રયત્ન ન કર્યાં, તે પણ આપણે ખેદપૂર્ણાંક જોઇ ગયા; અને તેનુ શું પરિણામ આવ્યું, એ પણ પ્રકટ થઇ ચૂક્યું. પરસ્પરને સહાયતા આપવી એ તો દૂર રહ્યું, પશુ કેટલાક રાજપૂત રાજાઓએ તા ઉપર જણુાગ્યું તેમ મેાગલેના પક્ષમાં મળી જપુતે અન્ય રાજપૂત રાજ્યોનું સત્યાનાશ કહાડવાના પ્રયત્નો પણ કર્યા હતા, એ જોઇને આપણતે ખેદ થાય તે સ્વાભાવિક છે. વસ્તુતઃ હિંદુઓનાજ દોષને લીધે હિંદુઓના ગારવસય અસ્તત્રિત થયા હતા.
જે પ્રયત્ન હિંદુઓએ ન કર્યાં, તેજ પ્રયત્ન સમ્રાટે કર્યાં હતા; અર્થાત્ અક્બરે હિંદુ સાથે મે માટે પાતાથી બનતું કર્યું હતું. સુપ્રસિદ્ધ ટાડ સાહેબ લખે છે કેઃ— અકબરની મહત્ત્વાકાંક્ષાને લીધે રાજપૂતા ઉપર જે લાવ થયા હતા, તેને અમ્મરે છેવટે મટાડી દીધા હતા અને રાજપૂત-શરીરને સંપૂર્ણ નિરોગ ખનાવ્યું હતું, તેણે પેાતાના સદ્ગુણીના પ્રતાપે લાખા મનુષ્યા
www.umaragyanbhandar.com
સ. અ. ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat