________________
૧૧ર
સમ્રાટ અકબર
કશી વ્યવસ્થા કરી નહિ. સમ્રાટ અકબરે આ પાસેના પર્વત ઉપર અનાયાસે આરહણ કર્યું અને બહુ પરિશ્રમપૂર્વક મેટી તે ત્યાં ચડાવી રત્નભારના કિલ્લા પર ગેળાઓ ફેંકવા માંડયા. રાય સૂર્યહર હવે પોતાની મૂર્ખતા જઈ શકો. આવા સગોમાં શત્રુની સામે બચાવ કરી શકે, એવી સ્થિતિ રહી નહિ; છેવટે પિતાના રાજ્યને વધારે મુશ્કેલીમાં નહિ મૂકતાં તેણે સમ્રાટ અકબર પાસે સધિપ્રાર્થના કરવા પિતાના બે પુત્રને રવાના કર્યા. સમ્રાટે ઉક્ત ઉભય રાજકુમારોનું બહુ સ્નેહપૂર્વક સન્માન કર્યું અને તેમને પ્રત્યેકને સન્માનસૂચક એક અતિ ઉત્કૃષ્ટ પિોષાક અર્પણ કર્યો. સમ્રાટને એક નેકર, એ બંને કુમારેને પેલાં નવાં વર્ષોથી શણગારવા એક જૂદા તંબુમાં લઈ ગયો. કુમારની સાથે જે એક રાજપૂત સરદાર, કુમારની દેહરક્ષા અર્થે આવ્યો હતો. તેણે વિચાર કર્યો કે –“ કુમારને મારી નાખવાનાજ આ લેકેએ પ્રપંચ કર્યો છે અને તેટલાજ માટે તેમને જાદા તંબુમાં લઈ જાય છે,” એમ ધારી, હાથમાં તલવાર લઈ તે સમ્રાટની છાવણીમાં દાખલ થયા અને મેગલ રાજ્યના અનેક સીપાઈઓને ઘાયલ કર્યા. છેવટે તેજ છાવણીમાં મૃત્યુ પામે. નેકરની અજ્ઞાનતાવડે ઉશ્કેરાઈ જાય એવું નિર્બળ મન સમ્રાટનું નહતું. તેણે નેકરના દુષ્કાય બદલ કુમારને લેશમાત્ર ઠપકે નહિ આપતાં, ઉલટું કુમારઠયને આશ્વાસન આપ્યું અને તેમને નવા સુસજિત વિષે સહિસલામતી સાથે પિતાની પાસે મોકલી દીધા. પુત્રદયને સહિસલામત તથા આનંદપૂર્વક પિતાની પાસે આવતા જોઈ રાય સૂર્યહર બહુજ આનંદ પામે. સમ્રાટની સહૃદયતાને અનુભવ કરી તેનું હૃદય પણ સમ્રાટનાં દર્શન કરવા ઉત્કંઠિત થયું. સમ્રાટને એ સમાચાર મળ્યા એટલે તેણે પોતાના એક પ્રધાન અમાત્યને કિલ્લામાં મેક્લી, દુર્ગાધિપતિને પરમ સન્માન અને સહૃદયતાપૂર્વક પિતાની પાસે બોલાવવાની વ્યવસ્થા કરી. રાય સૂર્યહર જ્યારે અકબરની છાવણી પાસે પહોંચ્યો ત્યારે સ્વય અકબરે તેને આવકાર આપે. સમ્રાટના સદ્વ્યવહારથી રાય સૂર્યહર એક પરાજિત થયા. સમ્રાટે તેને બે હજાર સૈનિકનું સેનાપતિપદ અર્પણ કર્યું અને તેની સાથે ચુનાર દુર્ગના શાસનકર્તાતરીકે પણ તેની નિમણુક કરી. સમ્રાટે આ પ્રમાણે પિતાના સદ્દગુણો વડે એક શત્રુને મિત્રરૂપે પરિણત કર્યો. રાય સૂર્યહર પણ વિશેષ દક્ષતા અને વિશેષ સાહસપૂર્વક સમ્રાટની સેવા કરવા લાગ્યો. - ત્યાર બાદ સમ્રાટ અકબરે બુંદેલખંડમાં આવેલા કાલંજના દુર્ગ ઉપર ઘેરો ઘા. દુર્ગાધિપતિ રાજા રામચંદ્ર તેની સામે નહિ થતાં બીજે જ દિવસે પિતાના બે પુત્રોને સમ્રાટની છાવણીમાં મોકલી દીધા. આ ઉપરથી એટલી વાત સિદ્ધ થઈ શકે છે કે સમ્રાટ અકબરે બહુજ અલ્પ સમયમાં ભારતની પ્રજા ઉપર પિતાના સગુણવડે ઉંડી અસર કરી હતી. સમ્રાટ વિનાઅપરાધે કેાઈને સજા A કરતા નથી, તથા શત્રુને પણ વિનદોષે દંડ નથી, એ વાતને સર્વને સંપૂર્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com