________________
ચિતાડ અને રાજસ્થાન
૧૦૯
બુદ્ધ અને સાવચેત રહેવા લાગી. દુર્ગાની દીવાલામાં સેંકડા ગાબડાં પડી ચૂકયાં છે, રસ્તા તદ્દન ખુલ્લા થઇ ગયા છે, કિલ્લામાં કયાંય મનુષ્યપ્રાણીને શબ્દ સુ'ભળાતા નથી, સર્વત્ર શાંતિ પ્રસરી રહી છે; છતાં અતિ સાહસી મોગલસેના આગળ વધવાનું સાહસ કરી શકી નહિ. વિપુલ મોગલ યાદ્દા દુર્ગો ઉપર અધિકાર મેળવવાને દોડી શક્યા નહિ. ધીમે ધીમે રાત્રિ પસાર થઇ. પુનઃ નૂતન દિવસ નતન દૃશ્યપૂર્ણાંક ચિતોડની ભૂમિ ઉપર હાજર થયા. એ દિવસ પણ શાંતભાવે પસાર થઇ ગયા. પુનઃ રાત્રિ પડી; પરંતુ દુર્ગીની નિસ્તબ્ધતામાં કયાંય ભગ પડતા હાય, એવાં ચિન્હા જણાયાં નહિ. એક રાત્રિ અને એક દિવસ વીતવા છતાં દુંમાં એક પણુ રાજપૂતસૈનિકના પદસંચાર કર્યું ગાયર ન થયા. છેવટે રાત્રિના છેલ્લા પ્રહરે સમ્રટે પેાતાના સૈનિકાને આગળ વધવાના હુકમ સંભળાવ્યા. સમ્રાટે પાતે પણ એક હસ્તી ઉપર સ્વારી કરી અને સેનાના જે ભાગ ઉપર પ્રથમ આપત્તિ પડવાની ભીતિ રાખી શકાય તે ભાગની સરદારી લીધી. મેગલ લશ્કર આગળ તા વધ્યું, પણ તેમના અંત:કરણમાં જરા પણ ઉત્સાહ, આનંદ કે નિઃશ'કતા નહેાતી. તે બહુજ ધીમે ધીમે, અતિ સાવચેતીપૂર્વક આગળ વધવા લાગ્યા. કિલ્લા ઓળંગી ગયા અને દુર્ગંના મધ્યભાગમાં પ્રવેશ કરવાની શરૂઆત કરી છતાં કાઈ પણ રાજપૂત સામે આવ્યા નહિ, કાઇએ લડવાની તત્પ રતા દર્શાવી નહિ, કાઈ પણ રાજપૂતસૈનિકનાં દન થયાં નહિ. ક્રમે ક્રમે તેઓ નગરની મધ્યમાં પહેાંચ્યા કે તેજ ક્ષણે અત્યારપંત શાંતપણે એસી રહેલા રાજપૂતા સિંહની માફક ચાતરથી બહાર કૂદી પડયા અને માગલસેનાને ઘેરી લઈ ભયંકર હત્યાકાંડના આરંભ કરી દીધા. આશા અને ભવિનાની છતાં સાહસ અને ઉત્સાહવાળી, મહા પરાક્રમશાળા રાજપૂતસેનાએ જૂદા જૂદા ભાગોમાં વહે...ચાઈ જઇ સેંકડો મેાગલ લડવૈયાઓના ધ્વંસ કરવા માંડયા. રાજપૂતોએ એક શ્રેણીમાં ગાઠવાયાવિના જેમ આવે તેમ શત્રુના સાર કર્યાં. મારવું કે મરવું એ સિવાય તેમને અન્ય લક્ષ્ય નહાતા. આ યુદ્ધમાં ભયભીત થર્દને કે પરાજિત થઇને નાસી છૂટવાની દુષ્ટ વાસના ન ઉદ્ભવે તેસબધી વ્યવસ્થા તેઓએ પ્રથમથીજ કરી રાખી હતી, એ વાત પૂર્વે આપણે જાણી ચૂકયા છીએ. મરણીયા થયેલા રાજપૂતાએ અનેક માગલાને યમદ્વારમાં માકલી આપ્યા અને છેવટે પાતે પણ થાકીને ઘવાઇને ધરણી ઉપર ઢળવા લાગ્યા. બંને પક્ષના અતેક સૈનિકા મરાયા. રાણાના રાજપ્રાસાદની સામે કિવા મહાદેવના મંદિર પાસે તથા રામપુરા નામના દુદ્વાર પાસે ભયંકર, મનુષ્યસ ંહાર થયા. મૃત મનુષ્યા તથા ધાયલ મનુષ્યાના આડાઅવળા પડેલા લેાહિઆળા દેડાવડે રસ્તા ઉભરાઇ ગયા. ચિતાડની ભૂમિએ જાણે આજે રક્ત વસ્ત્રો ધારણ કર્યાં ઢાય, તેવા દેખાવ થઈ રહ્યો. મેાગલપક્ષના અનેક યુદ્ધકુશળ હસ્તીઓએ દુ'માં પ્રવેશ કર્યાં હતા. એક મહા પરાક્રમશીલ
Shree Sudharmaswami Gyanbhandar Umara, Surat
www.umaragyanbhandar.com