________________
૧૧૦
સમ્રાટ અકસ્મર
રાજપૂત યે લડતાં લડતાં પૃથ્વી ઉપર પડી ગયા. તેજ વેળા એક હસ્તી તેના ઉપર ધસી આવ્યું. પેલા રાજપૂત લડવૈયાએ પોતાના હાથમાં રહેલી તીણું છુરી સંપૂર્ણ બળપૂર્વક હાથીની સૂંઢમાં ભોંકી દીધી અને એક વીરનરને છાજે તેવી રીતે અહંકારપૂર્વક જણાવ્યું કે –“ અમે સમ્રાટનું સન્માન કેવી રીતે કરી શકીએ છીએ તેનું આ પ્રત્યક્ષ ઉદાહરણ” એક સ્થળે મહા સાહસી પૂત્ત મહા વિક્રમપૂર્વક મેગલસેના વિનષ્ટ કરી રહ્યો હતે. મેગલેએ તેને જખમી કરવાના ઘણું પ્રયત્નો કર્યા, પણ એકકે પ્રયત્ન ફળીભૂત થયો નહિ. છેવટે તેમણે એક ગાંડે –મદેન્મત્ત હાથી હાથી પૂર તરફ રવાના કર્યો. પૂરને પીઠ બતાવતાં કે નાસી જતાં આવડતું નહોતું. તે હાથીની સામે દઢતાપૂર્વક ઉભો રહ્યો. હાથી પિતાની પાસે આવ્યા એટલે તેણે એક સખ્ત ઝટકો માર્યો, પણ એ ઝટકાથી મત્ત માતંગે વધારે આવેશમાં આવી જઈને પૂતને સુંઢવતી પકડી પગ નીચે દાબી દીધો. સમ્રાટ જ્યારે ગેવિંદસ્યામના મંદિર પાસે પહોંચ્યો ત્યારે પેલા મત માતંગે બાળક પૂરને સુંઢવતી ઉંચકી સમ્રાટની દષ્ટિ તે તરફ આકર્ષિત કરી. જાણે કે પરાક્રમને પક્ષપાતી આ હસ્તી મૂર્તિમાન પરાક્રમને અર્થાત પૂતને સમ્રાટ પાસે પ્રદર્શિત કરતા હોય અને જાણે કે પિતાની મૂક ભાષામાં સમ્રાટને કહેતે હોય કે – પરાક્રમી રાજપૂતકુળ આવા યુવકે ઉત્પન કરે છે ” એ દેખાવા લાગે. વીર યોદ્ધાઓના પરાક્રમથી મેગલેના સંખ્યાબંધ લડવૈયાઓની મોટી સંખ્યા મરવા લાગી! વંટોળ આવડે જેવી રીતે ધુળના અણુઓ ઉડી જાય તેવી રીતે મોગલ સૈનિકે પણ રાજપૂતની તીણ તલવારવડે પ્રતિપળ ઉડવા લાગ્યા, પરંતુ મોગલ સમ્રાટ પાસે સૈનિકોની સંખ્યા ન્યૂન નહતી. એક ટુકડી નાશ પામતી કે તુરતજ તે સ્થળે બીજી ટુકડી હાજર થઈ જતી. અકબર પોતે પણ રણસંબંધી વ્યુહરચના કરવામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યો હતો. રાજપૂતાના ઘેર દુર્દેવની શરૂઆતના આ સમયે અન્ય કેઈ પણ હિંદુ નરપતિ રાજપૂતોને સહાય આપવા બહાર આવ્યો નહિ. પિતાની પણ ધીમે ધીમે આવીજ દુર્દશા થવાની છે એમ અન્ય નરપતિઓ સમજી શકયા નહિ. આવી રીતે રાજપૂતાને પરાક્રમી સૂર્ય અસ્ત થયા. ચિતોડ નગરી એક સ્મશાનભૂમિરૂપે ફેરવાઈ ગઈ. ગત રાત્રિના છેલ્લા પ્રહારથી લઈ બીજા દિવસની સાંજપર્યત આ ભયંકર યુદ્ધ ચાલ્યું હતું. અબુલ ફઝલે લખ્યું છે કે:-“આ સંગ્રામમાં આઠ હજાર રાજપૂત સૈનિકે તથા ત્રીસ હજાર નાગરિકોએ ભાગ લીધે હતા. તેમને અધિકાંશ રણક્ષેત્રમાં નાશ પામી ચુકયો હતો. સમ્રાટની પાસે સૈનિકોની સંખ્યા કેટલી હતી તથા આ રણક્ષેત્રમાં કેટલી સંખ્યા વિનષ્ટ થઈ હતી, તેને નિર્ણય
કરવાનું સાધન રહ્યું નથી. હિંદુઓ સ્વદેશની રક્ષાઅર્થે કેવું અકિક વીરત્વ A દર્શાવી શકે છે તે ચિતેડના ઘેરામાં એકવાર સિદ્ધ થઈ ચૂકયું છે !” ભારતવાસીઓ
Shree suunalmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com