________________
૪
મહાક્ષત્રપ રાળ પ્રદામા.
શકાનું ભારતમાં આગમન—
શક્યાક ઉજ્જૈનના રાજા ગભિલ્લુના વખતમાં જૈનધર્મના જ્યેાતિધ ર, મહાવિભૂતિ આચાર્ય કાલકસૂરિ સાથે ઇ. સ. પૂ. ના ખીજા-સૈકામાં–સૈકાની શરૂઆતમાં (૧૨૫–૧૫ ની વચમાં) ભારતમાં આવ્યા.
તેઓ સિન્ધુનદી પાર કરી સિન્ધમાં થઇ, રસ્તામાં પેાતાની સત્તા જમાવતાં જમાવતાં કચ્છ-કાઠીઆવાડ-સારાષ્ટ્ર પહેાંચ્યા. ત્યાં તેમણે પેાતાનું રાજ્ય જમાવ્યું. શક્ય શની સ્થાપના કરી અને પછી દક્ષિણ ગુજરાતના રાજાએની મદદ લઇ ઉજ્જૈન ઉપર ચડાઇ કરી તેને જીતી લીધુ, ત્યાં રાજધાની સ્થાપી.
સિન્ધુ-સૌવીર એ શક લેાકાનું હિન્દુસ્તાનનું શસ્થાન મનાયુ. તેની રાજધાની મીનનગર થઇ. ત્યાંના નાયક રાજા કહેવાયા. મીરે જ્યાં જ્યાં તેમની સત્તા હતી ત્યાંના સૂબાઓ કે શાસકેા ક્ષત્રા અને મહાક્ષત્રા કહેવાયા.
એવા એક મહાક્ષત્રપ રાજા ચષ્ટન-જેણે પેાતાના નામથી વંશની શરૂઆત કરી અને ચષ્ટનવંશ કહેવાયા તે કચ્છ સૌરાષ્ટ્રના મહાક્ષત્રપ હતા, તેના પાત્ર રાજા રૂદ્રદાસા પણ તેની સાથે રહેતા હતા; પણ પાછળથી તેના જીવનના અને પરાક્રમના અસાધારણ વિકાસ થયે.
સારાષ્ટ્ર તે વખતે ચારે તરફથી લડાઇના સકંજામાં સપડાયલુ હતુ. ૪૦ વર્ષથી લડાઈના ભયથી અને જાનમાલની ખુવારીથી ત્યાંની પ્રજા ત્રાસી ઉઠી હતી. તેમને એક પ્રમળ પ્રતાપી, રાજ્ય તથા પ્રજાની સહીસલામતી જાળવી શકે, પ્રજાની સંપૂર્ણ રક્ષા કરી શકે, અને આર્ય સંસ્કૃતિના વિસ્તાર કરી શકે તેવા સમર્થ પ્રભાવશાળી રાજા જોઈતા હતા. ત્યાંની સમસ્ત પ્રજાએ ક્ષત્રપ રૂદ્રદામાની પસ ંદગી કરી.
તેણે પોતાની જાતને આર્ય સંસ્કૃતિમય બનાવી દીધી એટલુંજ નહીં પાતે પ્રત્યેક અંશમાં ભારતીય સ’સ્કૃતિ અપનાવી, રાજ્યપ્રમધમાં પણ ભારતીય પદ્ધતિ સ્વીકારી, તેણે પ્રજાક્રીય સંસ્થા અને મત્રી (કમ સચિવ ને મતિસચિત્ર) પરિષમાં આર્ય સ ંસ્કૃતિના એપ આપ્યા.
તે ઉપરાંત તેણે અપૂર્વ કોશલ્ય, પ્રચંડ પ્રતાપ ને કુનેહથી રાજ્યની રક્ષા કરી, માયા ભરી રીતે સુરાષ્ટ્રનું શાસન કર્યું અને તે ખરેખરા પ્રજાના પાલનહાર–રક્ષક બન્યા. પેાતાના રાજ્યની અપરિમિત સીમા વધારી.
પેાતાના રાજ્યકાળના વર્ષોમાં તેણે અનેક યુદ્ધો કરી અનેક દેશેા ઉપર પાતાના વિજયધ્વજ ફરકાવ્યા. મોટા મોટા રાજાઓને મ્હાત કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com