________________
રાજા રુદ્રદામા.
પ્રસિદ્ધ ચક્કનવંશીય ક્ષત્રપરાજા જયદામાના પુત્ર મહાક્ષત્રપ રાજા રુદ્રદામા શકજાતિને મહા પરાક્રમી ને સમર્થ રાજા થઈ ગયા છે. તેણે ઈ. સ. ૧૩૦-૧૫૦ સુધી રાજ્ય કર્યું હતું.
શકજાતિ મૂળ ફરન્દી-ભટકતી જાતિ હતી એટલે તેમની મૂળ ભૂમિ કઈ હતી તે નિશ્ચિત કરવું મુશ્કેલ છે, છતાં તેમના વાસ-વિહાર વિગેરેથી એટલું કહી શકાય કે તેનું ખાસ સ્થાન પૂર્વઈરાન હતું. તે વખતે તે ભૂમિ સકસ્થાન હાલનું સીસ્તાન કહેવાતી હતી. બાકી તો એ જાતિ ચીનની ઉત્તરી સીમાથી લઈ કરીને રશિયાને દક્ષિણ ભાગ વીંધી ઠેઠ પૂર્વઈરાન સુધી વિસ્તરી ચૂકી હતી. ઈરાન, યુનાન અને ભારતીય લોકો પણ તેને પ્રાચીન કાળથી જાણતા હતા. તે જાતિના મૂળે ત્રણ ભેદે હતા.
(૧) સકા તિઝાદા, (૨) સકા હૈમવર્ક,
(૩) સકા તરદરયા. ભારતની સાથે સકા તિગ્ર ખેદાનેજ વધારે સંબંધ રહ્યો છે. - તે ત્રણ પ્રકારના શકે ઈ. પૂ. ૮મી સદીથી વિદ્યમાન હતા એ નિર્વિવાદ સત્ય છે. તેમની ભાષાબોલી આર્ય હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com