________________
રમનિરૂપણ.
૨૮૯
કેટલાએક કવિઓ અષ્ટ નાયકા સિવાય વિશેષ ભેદો બતાવે છે. ૨. અમિષ્યતિ ૨. પતિwI, ૩ ગામમિષ્યत्पतिका, ४ आगच्छत्पतिका, ५ आगतपतिका, ६संयोगर्विता.
__गमिष्यत्पतिका પ્રિયના વિદેશ ગમનના નિશ્ચયથી વ્યાકુલ થવાવાળી સ્ત્રીને મણિપતિ કહે છે.
मुग्धागमिष्यत्पतिका-यथा જે નવલાએ મનમાં, હાલેં પતિનું નેહતરૂ વાવ્યું; પતિનું ગમન સુણી એ, વિરહતમ વાયુથી કરમાવ્યું.
मध्यागमिष्यत्पतिका-यथा નાથગમન સુણી નારી, કહેવા જાયે પણ કહ્યું જાય; લાજમદનને ઝગડે, દિલમાં થાય તે નહીં દેખાય.
प्रौढागमिष्यत्पतिका-यथा કહીં લાલે બાલાને, વિદેશ જાવાતણ વાત જ્યારે આંખતણા અંજનને, દેવા લાગી ધન અશ્રુધારે.
परकीयागमिष्यत्पतिका પ્રથમ મિલનમાં જેવું, દુઃખ દીધું હતું તમે મને શ્યામ, એથી અધિકું આજે, દુઃખ ઘો છો લઈ વિદેશનું નામ.
सामान्यागमिष्यत्पतिका-यथा વિદેશ જતાં પહેલાં, કૃપા કરી દેતા જાજે લાલા, પ્રાણ રાખવા પદિક, જપવા નામ તમારૂં મોતમાલા.
૩૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com