________________
૨૮૮
કામશાસ્ત્ર,
યથા. વેત કિનારી સહિત,વેત સાડી શિર ધારી, કસી કંચુકી વેત, વેત જરિએંથી સુધારી, ઘેરદાર ઘાઘરો, વેત મુક્તાની માળા અન્ય સર્વ ભૂષણે,વેત સુ જવાહિરવાળા; ચતુરાં ચાંદની રાતમાં, ચાંદનૌમાં ભળે ચાલતી, મળવા મોહનલાલને, આશ ઉમંગ ઉરે અતિ.
યથા. ચારૂ ચાંદનીમાંહી, વેત વસનની યુતિ શુભ દરશાય; જાણે ક્ષીરાબ્ધિતનયા, ક્ષીરસિધુમાંહે ચાલી જાય.
दिवाभिसारिका. દિવસમાં પ્રિયસંગમાર્થ સંકેત સ્થળમાં જવાવાળી સ્ત્રીને ત્રિામિનિ કહે છે.
યથા નજમંડલમાં આજ, ચંડકર પ્રચંડ અંગે, કેહરિ અને કુરંગ, વૈર તછ વસતાં સંગે; અહિફણ નીચે જાય, ત્યાગી ભય દાદુર દેડી, અહિ મયૂર હેઠળે વસે તન આશા તેડી, ગાઢ પ્રીતિ શેવિંદની, અબળાના ઉરમાંય છે, મધ્યાહે મળવા મુદ્દે, જેષ્ટ માસમાં જાય છે.
યથા. ધરી અરૂણ પટ અબળા, મધ્યાહે પ્રિયને મળવા ચાહે, જાતી જરી ન જણાતી, ફૂલેલા કિંશુકનાં વનમાંહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com