________________
રસનિરૂપણ. સત્યવાદને સાધુ, વળી સજજનતા સારી, તે પણ તેની સાથે, રમે નહીં હાલ વધારી; કરે ખુશામદ ખંતથી, નિત્ય નિત્ય નારીતણું, તેપણ કરતી ક્રોધ અતિ, ભાવ તજી પ્યારાભણું.
યથા. જેમ તેમ પતિ પ્રીતેં, ગર્વ તજી ગેરીના ગુણ ગાય, તેમ તેમ અતિ તંતે, માન વધારી માનિની મરડાય. વિના ગુલે વામાના, યદપિ માન તજી પગે પડે લાલ, તદપિ માનસિધુમાં, જતી ડૂબતી બહુ બળથી બાલ.
શ્વવરાણા, પિતાના પતિ સાથેજ અનુરાગ રાખનારી સ્ત્રીને જવા કહે છે.
યથા. ક્યાં સુધી આ પ્યારાં ચક્ષુઓને તલસાવું સખી, કયાં સુધી તપું હું વિરહનલના તાપથી, એક ક્ષણ ચેન નથી પડતું અરેરે મને, કયાં સુધી હું કષ્ટ પામું કલેજાના કાપથી, આવે છે વિચાર મારા મનમાં હવે તો એવા, બોલાવ્યા વિનાની જાઉં શોક્ય ગૃહે આપથી; પામતાં દરશ પ્રાણ પ્યારાના હરષ પામું, ભલેં ઘટે માન છે છપાઉં દાસી છાપથી.
યથા. સખી ગણી રાખે સંગે, લાજ અને કુલરીતિને લલના નિજ પ્રિયતમની પ્રીતિ, પ્રાણ સમાન ગણી તજતી પલ ના. ૩૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com