________________
આમુખ
(૧૩) ગુણસુન્દરી પેાતાના શીલના રક્ષણાર્થે કૃત્રિમ આન્દ
કરે છે.
ર
(૬૪) કલાવતી રાણીને અસતી માની એનેા પતિ શંખ રાજા એને! ત્યાગ કરે છે, પરંતુ એકા અવિચારિતપણે થયું
છે એવું ભાન થતાં એ રાજા અને એના પરિવાર વિલાપ કરે છે. (૬૫) આ કૃતિના વિષય પહેલી કૃતિ સાથે તેમ જ ૩૦મીની સાથે મળતા આવે છે.
(૬૬) નિષ્કરુણ નામના સેનાપતિ ઉપર્યુક્ત કલાવતીને શખ રાજાની આજ્ઞા અનુસાર જંગલમાં મૂકી આવવા માટે લઈ જાય છે. એને ત્યાં ત્યાગ કરતી વખતે એ કલાવતીની સ્થિતિ જોઈને એ નિષ્કરુણને કરુણા ઉપજે છે અને કલાવતી વિલાપ કરે છે.
(૬૭) આ એક અખંડિત કૃતિ છે. એની રચના સુપ્રસિદ્ધ વાદી દેવસૂરિને હાથે એમના ગુરુ શ્રીમુનિચન્દ્રસૂરિના વિ. સ. ૧૧૭૮માં સ્વર્ગવાસ થયા બાદ થઈ છે. એમાં એમણે એમના ગુરુનું ટુંકમાં જીવનચરિત્ર આલેખ્યું છે. વિશેષમાં એમના ગુણાનુવાદ તરીકે તેમણે એમની જ્ઞાનસમૃદ્ધિ ઇત્યાદિના ઉલ્લેખ કર્યાં છે.
૬૮ મીથી ૭૬ મી સુધીની કૃતિએ શ્રીલક્ષ્મણગણિએ વિ. સં. ૧૧૯૯માં રચેલા સુપાસનાહરિયમાંથી ઉદ્ધૃત કરાયેલી છે.
(૬૮) આ અવસર્પિણીમાં થઈ ગયેલા જનાના સાતમા તીર્થંકર શ્રીસુપાર્શ્વનાથનું નિર્વાણ થતાં ૬૪ ઇન્દ્રો વિલાપ કરે છે. વિષયની સમાનતાની દૃષ્ટિએ આ કૃતિ ૨૬ મી સાથે સરખાવી શકાય.
(૬૯) વિસઢ પોતાના પૂર્વ ભવના મિત્ર નિસઢની દિવ્ય સંપત્તિ જોઈ શેાકાતુર બને છે.
(૭૦) રાજપુત્ર ધનકુમારના પિતા દીક્ષા લેવા માટે તૈયાર ચતાં એ પુત્ર તેમ ન કરવા તેમના કાલાવાલા કરે છે.
(૭૧) કાષ્ઠ ખેચર કૃત્રિમ સ્ત્રી બનાવી તેને કરુચંદ્રરાજાને સાંપે છે. કાલાન્તરે એ ખેચર મરી ગયા હ્રાય તેવા એ સ્ત્રી આગળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com