________________
આમુખ
સથી ન બચાવ્યા, પરંતુ હવે આને તેા જરૂરી સાંભળી વસુદૈવ તેમ કરવા તત્પર બને છે.
(૫૫–૫૭) આ કૃતિએના વિષય અનુક્રમે ૩૧ મી, ૨૮ મી અને ૩૧ ની કૃતિઓમાં જેવાય છે.
(૫૮) દ્વૈપાયન ઋષિ દ્વારિકા નગરી ખાળવાનુ નિદાન કરી મૃત્યુ પામી ‘અગ્નિકુમાર'નકાયના દેવ તરીકે ઉત્પન્ન થાય છે. અવધિજ્ઞાનથી પૂર્વ ભવ જાણી તે એ નગરી બાળવા માટે મ લાકમાં આવે છે. નગરીને ખળતી જોઈ ત્યાંના લેાકેા આક્રંદ કરે છે.
૧
બચાવો. એ
(૫૯) નરકના જીવાને સ્વકૃત, પરકૃત અને ક્ષેત્રજન્ય એમ ત્રણ પ્રકારની વેદના ભોગવવી પડે છે એમ જૈન શાસ્ત્રનુ કહેવું છે. પરકૃત વેદના તરીકે પંદર પ્રકારના પરમાધાર્મિક દેવેશ નરકના જીવેાને અનેકવિધ પરિતાપ પમાડે છે તેનુ અહીં આબેહુબ વર્ણન કરાયેલું છે. સંતુલનાથે સૂયગડની નિ′ત્તિ (શ્લેા. ૬૬–૮૨) જોવી.
૬૦ માંથી ૬૬ મી સુધીની કૃતિએ શ્રીમુનિચરિએ વિ સં. ૧૧૭૪ માં રચેલી ઉવએસપયની વૃત્તિમાંથી ઉદ્ધૃત કરાયેલી છે. (૬૦) નંદ પાતાની પત્ની સુન્દરી તૃષાતુર બનતાં પાણી લેવા ાય છે. ત્યાં એ નદને કાઈ હિંસક પ્રાણી ખાઈ જાય છે. એ નણી સુન્દરી વિલાપ કરે છે.
(૬૧) ઉપર્યુક્ત નંદ અને સુન્દરી એક વેળા વહાણુમાં બેસીને જતાં હતાં તેવામાં એ વહાણના નાશ થાય છે, પરંતુ સદ્ભાગ્યે બનેને તરવા માટે સાધનરૂપ થઈ પડે તેવું એકેક પાટિયુ મળે છે. તેના આધારે તરીને તે એક બદરમાં ભેગાં થાય છે અને એ સમયે સુન્દરી રુદન કરે છે, અને નન્દે એને આશ્વાસન આપે છે.
(૬૨) લાચન નામના કાઇ વાણિયા ઋદ્ધિસુન્દરી નામની કાઈ એક સતી તરફ કુદૃષ્ટિથી જુએ છે અને મેહમૂઢ બની એના પતિને દિરયામાં નાંખી દે છે. આગળ જતાં એ વાણિયા દુ:ખી થાય છે ત્યારે તે જ સતી તેને સહાય કરે છે. એ ઉપરથી એ વાણિયા પશ્ચાત્તાપ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com