________________
આ જગતમાં સારું શું છે ? તાથી મારી લકમીને ઉડાવવા લાગ્યા. આથી હું અ૫ સમયમાં વિભવહીન થઈ ગયે. તેમજ મારા શરીરને સ્વસ્થ કરવાને ઔષધોપચાર કરવામાં મારે દાણા દ્રવ્યનો વ્યય થઈ ગયો. છેવટે હું ઘણી જ નઠારી સ્થિ. તિમાં આવી પડે. મારા કુટુંબીઓને મારી તરફ અભાવ થઈ ગયો. મારો પુત્ર મોટી વયને હતે. તે વિદેશમાં કમાવાને ચાલ્યા ગયે છે. મારી સ્ત્રી મૃત્યુ પામી છે. અને બીજા મારા સગા સંબંધીઓ મારી . નબળી સ્થિતિને લઈને મારાથી દૂર થયા છે. પછી હું એકલે રહો મારા શરીરમાં રોગ વધતા જાય છે, એવું ધારી હું જન્મભૂમિને છેડી ચાલ્યા આવ્યો છું. માર્ગમાં આવતાં મને આ માણસ મળી ગયા હતા.
તે પુરૂષનું વૃત્તાંત સાંભળી શોધચંદ્ર નિશ્ચય કર્યો કે, આ જ. ગતુમાં ભેગ સારા છે, એમ કહેવું તે અનુચિત છે. જ્યાં ભેગ ત્યાં રોગ રહેલા છે. આ ત્રણે પુરૂષોના સમાગમથી મને ખાત્રી થઈ કે; જ્યાં જીત છે, ત્યાં હાર સાથે જ છે. જ્યાં સંદર્ય ત્યાં તેની ક્ષીણતા સાથે જ છે. અને જ્યાં ભ ગ ત્યાં રોગ પણ સાથે જ છે. તેથી જીત, સંદર્ય અને ભેગ-એ ત્રણે જગતુમાં સારા નથી. એમ સિદ્ધ થાય છે.
એક વખતે ધકચંદ્ર પોતાના એક મિત્રને ત્યાં ગયો. ત્યાં તેને ના કુટુંબીઓ એકઠા થઈ રૂદન કરતા હતા. સર્વના નેત્રમાંથી અશ્રધારા ચાલતી હતી. આ દેખાવ જોઈ શકચંદ્ર વિચારમાં પડે. તેણે કુટુંબને નાયક કે જે પોતાને મિત્ર હતા. તેને પુછ્યું, ભાઈ, તમે બધા શામાટે રૂ છે ? તમારા કુટુંબ ઉપર શી આપત્તિ આવી છે?
શોધચંદ્રના આવાં વચન સાંભળી તે ગૃહનાયક રૂદન કરતે બે, ભદ્ર, જેવો હું સુખી હતા, તે હું દુઃખી થઈ ગયો છું. મારે એકને એક પુત્ર મેડી ઉપરથી પડીને મૃત્યુ પામી ગયો છે. અમે હમ ણાજ તેને મશાનમાં પહોંચાડી દહન કરી અમે પાછા આવ્યા છીએ. ભાઈ શોધચંદ્ર, એવા વિનીત નમ્ર અને વિચક્ષણ એવા પુત્રને - ગ મારે થશે નહીં. એ ઉત્તમ પુત્ર હવે કયાંથી મળે? સુશીલ સ્વભાવ, પિતૃભક્તિ, કુટુંબ વાત્સલ્ય અને પરોપકારવૃત્તિ વગેરે ઉત્તમ ગુણ તેનામાં અપૂર્વ હતા. જે તે પુત્ર જીવતા રહ્યા હત, તે મારી પાછળ મારા કુટુંબને આધારરૂપ થાત. આ પ્રમાણે કહી તે ગૃહસ્થ પિકેને પિંકે રૂદન કરવા લાગે. શેધકચકે તેને સમજાવી શાંત કર્યો. પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com