________________
૫૪
જૈન શશિકાન્ત. વનને અભાવ–એવા નામથી ઓળખાય છે. એ આઠ મીના સંગથી જીવને દુર્ગતિ થાય છે. રાજારૂપી ભવિજીવ જ્યારે મેહને લઈને મૂઢતાના ત્રણ દેષમાં આવી જાય છે. એટલે તેનામાં આઠ મળ પ્રગટ થાય છે.
પછી રાજાને પેલે પુરૂષ મળે. તે શુદ્ધ ગુરૂને વેગ સમજે. શુદ્ધ ગુરૂના ઉપદેશથી ભવિ જીવરૂપ રાજાએ તે નઠારા આઠ મળરૂપી મંત્રીઓને દૂર કર્યા, અને તેની સાથે પેલા મૂઢતાના ત્રણ દેષરૂપી ત્રણ સામંતે દૂર થઈ ગયા. એટલે ભવિ છેવારૂપી રાજા પિતાના ચંદ્રપુરરૂપી મનુષ્ય ભવને કૃતાર્થ કરવા લાગ્યા, અને તેથી તે સત્કીર્તિરૂપી સદગતિને પ્રાપ્ત થયું હતું.
- હે શિષ્ય, આવી રીતે શુદ્ધ ગુરૂને ઉપદેશ ભવિજીવને નિર્મળ અને નિર્દોષ કરે છે. અને તેથી તેને કર્મના બંધમાંથી મુક્તિ મળે છે.
ગુરૂના મુખથી આ દૃષ્ટાંત સાંભળી શિષ્ય ઘણેજ પ્રસન્ન થઈ ગછે. અને તેણે વિનયથી ગુરૂને જણાવ્યું કે, હે મહેપકારી ગુરૂમહારાજ, તમે મારી ઉપર મહાન ઉપકાર કર્યો છે. તમે આપેલા સુબોધક દષ્ટાંતથી મારા મનની બધી શંકાઓ દૂર થઈ ગઈ છે. અને મને ઉ. ત્તમ પ્રકારને બોધ પ્રાપ્ત થયે છે.
પછી ગૃહી શિષ્ય વિનયથી પૂછયું-હે મહારાજ, તમે જે ત્રણ મૂઢતાના દોષ અને આઠ મળ કહ્યા, તે વિષે મને સ્પષ્ટ કરીને સમજાવે.
ગુરૂ બોલ્યા-ભદ્ર, દેવમૂઢતા, ગુરૂ મૂઢતા અને ધર્મમૂઢતાએ ત્રણ મૂઢતાના દેષ કહેવાય છે. જે પ્રાણી શુદ્ધ દેવને સમજે નહીં, તે દેવમૂઢતા દેષ, શુદ્ધ ગુરૂને સમજે નહીં તે ગુરૂમઢતા દોષ અને શુદ્ધ ધર્મને સમજે નહિ–તે ધર્મમઢતા દેષ કહેવાય છે.
જે માણસ જૈનધર્મ ઉપર અથવા જિનશાસન ઉપર શંકા રાખે તે પહેલે શંકામળ કહેવાય છે. ધર્મ ઉપર દ્રઢતાથી મનને સ્થિ૨ કરે નહીં, તે બીજો અસ્થિરતામળ કહેવાય છે. ધર્મ કરવામાં કઈ જાતની વાંછા રાખે, તે ત્રીજે વાંછામળ કહેવાય છે. પિતાના કુટુંબ ઉપર મમત્વભાવ રાખે તે ચોથો મમતામળ કહેવાય છે. જૈનધર્મ તથા તેના મુનિઓ મલિન છે, એવી દુર્ગછા કરે, તે પાંચમે દુર્ગછામળ છે. પિતાના સાધમી બધુ ઉપર પ્રેમ ન રાખે, હરકોઈ પ્રકારે તેમનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com