________________
કર્મ બંધમાંથી છુટવાને ઉપાય.
૫૩ પુરૂષના વચન ઉપર રાજાને વિશ્વાસ આવી ગયે. અને તરત જ તેણે પિતાના પેલા ત્રણ સામંતોને બોલાવ્યા. સામતે આવી હાજર થયા, એટલે રાજાએ મંત્રીઓના જુલમની વાત કહી, તેમને દૂર કરવાની આજ્ઞા કરી. રાજાની આવી આજ્ઞાથી તે ત્રણે સામત પણ વિચારમાં પડ્યા. ઘણીવાર વિચાર કરી તેમણે નિશ્ચય કર્યો કે, આ રાજા મનફર છે, ઘડી ઘડીમાં તે પિતાના વિચાર ફેરવે છે, માટે તેની આગળ રહેવું
ગ્ય નથી. આ નિશ્ચય કરી તે ત્રણે સામંતે પણ રજા લઈ ચાલ્યા ગયા. અને તેમની સાથે પેલા દુરાચારી આઠ મંત્રી એ પણ વિદાય થઈ ગયા.
પછવાડે રાજા વિમળસિહે પેલા ઉત્તમ પુરૂષની સલાહથી જે પહેલા જુના પ્રમાણિક આઠ મંત્રીઓ હતા, તેમને પાછા બોલાવી તે તે જગ્યા ઉપર નીમી દીધા. આથી ચંદ્રપુરની પ્રજા ઘણી જ ખુશી થઈ, અને પાછું વિમળસિંહનું નીતિરાજ્ય ચાલવા લાગ્યું.
હે શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી તારે જે સમજવાનું છે, તે ધ્યાન દઈને સાંભળજે.
ચંદ્રપુર નગર-એ મનુષ્યભવ સમજ. તેમાં વિમળસિંહ રાજા એ ભવિ જીવ સમજવો. તે જીવ પરંપરાથી જૈન ધર્મ હતો. તેની પાસે જે આઠ મંત્રાઓ હતા, તે સમકિતના આઠ ગુણ સજવા. ૧ દયા, ૨ સર્વ હિતબુદ્ધિ ૩ મૈત્રી, આત્મનિંદા, ૫ સમભાવ, ૬ દેવ ગુરૂ ભક્તિ, ૭ વૈરાગ્ય, અને ૮ ધર્મરાગ-એ સમકિતના આઠ ગુણ છે. જે નઠારા ગુણવાળા ત્રણ સામંત હતા, તે મૂઢતાને ત્રણ દેષ સમજવા. ૧ દેવમૂઢતા, ૨ ગુરૂમૂઢતા અને ૩ ધર્મ મૂઢતા–જે સાંમતએ નિમત્તિયાને રાજા પાસે મોકલ્યા હતા, તે મોહ સમજે. મેહના સંગથી જીવરૂપી રાજાની અંદર મૃઢતાના ત્રણ દેષ પ્રગટ થયા હતા. તે સામંતના કહેવાથી રાજાએ પોતાના સારા આઠ મંત્રીઓને રજા આપી બીજા નવા આઠ મંત્રીએ રાખ્યા. તે રાજારૂપી ભવિઝવે મૂઢતાના ત્રણ દેષરૂપી ત્રણ સામતેના કહેવાથી એટલે તે દેષ લા. ગવાથી તેણે સમક્તિના આઠ ગુણરૂપી આઠ મંત્રીઓને દૂરકર્યા. અને જે બીજા આડ મંત્રીઓ રાખ્યા, તે આઠ પ્રકારના મળ સમજવા. તે આઠ મળ ૧ શકા, ૨ અસ્થિરતા, ૩ વાંછા, ૪ મમતા, ૫ દુગછા, ૬ સાધમી વાત્સલ્યને અભાવ, ૭ પરદોષ પ્રગટન અને ૮ ઉત્તમ ભા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com