________________
જૈન શશિકાન્ત. સામંતે રાજાની આગળ આવતાં ભય પામતા હતા.
આઠ પ્રધાનની સત્કીર્તિ રાજ્યમાં તથા બીજા દેશમાં સારી રીતે પ્રસરવા લાગી પ્રજા ને ખુલી રીતે તેમની પ્રશંસા કરવા લાગ્યા. આ સાંભળી પેલા ત્રણ સામંતેના મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થઈ. તેઓ કોઈપણ યુક્તિથી તે મંત્રીઓને રાજાની પાસેથી દૂર કરવા પ્રયત્ન કરવા લાગ્યા.
એક વખતે તેમણે કેઈ નિમિત્તિયાને ખુટવી રાજાની પાસે મેક–તે નિમિત્તિયાએ રાજાને ભય પમાડવા કહ્યું કે, “આ આઠ મંત્રીઓ તરફથી તમને મેટી હાનિ થશે. અને તેઓ તમારા શત્રુ થઈ ઉભા રહેશે. નિ મનિયાના તે વચન સાંભળી રાજાના મનમાં શંકા ઉત્પન્ન થઈ, અને તેણે નિમિત્તિયાને પુછયું કે, મારા રાજ્યમાં મારું શુભ કરનાર કોણ છે? નિમિતિયાએ રાજાને કહ્યું કે, આખા રાજ્યમાં તમારૂં શુભ કરનારા તમારા ત્રણ સામને છે. તે ઉપરથી વિશ્વાસુ રાજાએ તે સામંતોને બોલાવ્યા અને તેમને પિતાની પાસે રાખ્યા. અને પેલા આઠ મંત્રીઓને એકદમ રજા આપી દીધી.
આ ખબર સાંભળી ચંદ્રપુર ની પ્રજામાં હાહાકાર થઈ રહ્યો. અને લોકોના મનમાં ભારે ખેદ થયે-તથાપિ કે ઈ રાજાની પાસે આવીને કાંઈપણ કહી શક્યા નહીં. પછી તે માનિતા થયેલા ત્રણ સામં. તેઓ રાજ્યમાં મઓિ જોઈએ, એવું ધારીને પોતાના પક્ષના બીજા આઠ મંત્રીઓને રજાને સમજાવી તે તે જગ્યાએ નિમી દીધા.
તે નીમેલા નવા મંત્રીઓ અનીતિ કરનાર અને અપ્રમાણિક હતા, આથી લેકમાં તેમની અપકત્તિ થવા માંડી. મંત્રીઓના જુલમથી રાજાની પણ નિદા થવા લાગી. અને લેકે તેથી ઘણુજ કંટાળી ગયા.
એક વખતે રાજા પિતાના મહેલમાં બેડે હતા, તેવામાં છડીદારે કહ્યું કે, કોઈ પુરૂષ આપને મળવા ઈચ્છે છે. રાજાએ તેને તેડી લાવવાને છડીદારને આજ્ઞા કરી, એટલે છડીદારે તે પુરૂષને અંદર પ્રવેશ કરાવ્યું. તે પુરૂષને જોતાંજ રાજની મનોવૃત્તિ પ્રસન્ન થઈ ગઈ અને રાજાએ તેને ઘણું જ સન્માન આપ્યું. જ્યારે રાજાએ તે પુરૂષને આવવાનું કારણ પુછયું, એટલે તેણે રાજાની આગળ તેના દુષ્ટ આઠ મંત્રીએને જુલમની વાત કહી, અને તેને દૂર કરવાના પ્રાર્થના કરી. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com