________________
જૈન શશિકાન્ત. જા જે કાંઈ સારૂં નઠારૂં કરે, તે મેંજ કર્યું કહેવાય. તેથી મારે મારા શુદ્ધ કર્તવ્યને યથાર્થ રીતે સમજી મારા પ્રવર્તનને સદા ન્યાયમાગે ઉપર રાખવું જોઈએ. આવું જાણું તે મહેશ્વર મંત્રી હમેશાં શુદ્ધ માગે ચાલતું હતું, તે માર્ગે ચાલવામાં તેને રાજાને ભય ન હતા, કે કઈ જાતની રાજાની પ્રેરણાની આવશ્યકતા ન હતી,
બીજે મંત્રી ધર્મેશ્વર પ્રમાણિક અને ન્યાયી હતું. પણ તે પ્રમાણિક્તા અને ન્યાયવૃત્તિ રાજાના ભયથી તથા રાજાની પ્રેરણાથી - હેલી હતી જે અન્યાય કરીશ, અથવા અપ્રમાણિક થઈશ, તે રાજા મારીપર નાખુશ થશે, અને તેથી મને ઘણું જ નુકશાન થશે” આવું વિચારીને પિતાનું પ્રવર્તન ચલાવતા હતા. વળી ન્યાય અને પ્રમાણિકતા શખવાથી લેકે માં સારી કીર્તિ પ્રસરે છે. અને સર્વ તરફથી માન મળે છે, આવું સમજીને પણ તેની પ્રવૃત્તિ ન્યાય તથા પ્રમાણિતાને માર્ગે થતી હતી. અને તેથી તે સર્વદા તેમાં પ્રવૃત્તિ કરી પિતાની સત્કીતિ કરાવતું હતું. અને એથી કરીને રાજા તેની ઉપર પણ ખુશી રહેતે હતે.
હે શિષ્ય, આ દૃષ્ટાંત ઉપરથી નિશ્ચય સમ્યકત્વ તથા વ્યવહાર સમ્યકત્વનું અથવા નિશ્ચય તથા વ્યવહાર શ્રદ્ધાનું સ્વરૂપ તારા સમજવામાં આવશે. જે મહેશ્વર મંત્રી પિતાની પ્રવૃત્તિ ન્યાય તથા પ્રમાણિક્તાથી કરતે, અને રાજા તથા પિતાની વચ્ચે અભેદ માનતે, એ નિશ્ચય સમ્યકત્વ અથવા નિશ્ચય શ્રદ્ધા સમજવી. નિશ્ચય શ્રદ્ધામાં જેમ આત્માને સમક્તિ-શ્રદ્ધા રૂપ ગુણની સાથે અભેદ માને છે, તેવી રીતે તે પોતાનો રાજાની સાથે અભેદ માનતો. અને તે અભેદથી પતાની પ્રવૃત્તિ કર્યા કરતા હતા. જેમાં તે મંત્રી રાજાને ભય કે પ્રેરણ વગર પિતાનું શુદ્ધ વર્તન રાખતે તેમ જીવ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂ૫ રત્નત્રયીને શુદ્ધ ઉપગ કરી વતે છે. તેનું જે પ્રવર્તન તે નશ્રેય સમ્યકરનું પ્રવર્તન સમજવું.
બીજ મંત્રી ધર્મેશ્વરન્યાયી તથા પ્રમાણિક હતું, પણ તે રાજાના પ્રભાવથી ન્યાયી તથા પ્રમાણિક રહી શકતો હતો. તે બીજા વ્યવહાર સમકિત અથવા વ્યવહાર શ્રદ્ધાનું સ્વરૂપ સમજવું. વ્યવહાર સમક્તિ વાળો જીવ દર્શનની ઉન્નતિ અથવા પ્રભ વિના જોઈ તેમાં પ્રવતે છે તે રાજાના પ્રતાપ-પ્રભાવથી પ્રવર્તતા એવા ઘર્મેશ્વર મંત્રીના જેવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com