________________
નિશ્ચય સમ્યકત્વ અને વ્યવહાર સમ્યકત્વ.
ગુરૂ-હશિષ્ય, જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ શુદ્ધ શ્રદ્ધાની જે રમણતા તે આત્માના શુભ પરિણામ કહેવાય છે. તે શુભ પરિણામ ને જ નિશ્ચય સમ્યકત્વ અથવા નિશ્ચય શ્રદ્ધા કહેવાય છે. તેવી શ્રદ્ધાવાળો શ્રાવક દઢતાથી ધર્મને પ્રાપ્ત કરે છે. એ દ્રઢતાને લઈને તે પિતાના આત્માને જ નિશ્ચય સમ્યકત્વ કહે છે. કારણકે, સમકિત શ્રદ્ધા એ આત્માને ગુણ છે. તે આત્માથી જુદો નથી. પરિણામે એકજ છે. ગુણ તથા ગુણી ભાવે તેમનામાં ભેદ છે. અને અભેદ પરિણામે પરિણમેલે આત્મા સદ્દગુણ રૂપજ કહેવાય છે. તેને માટે એગશાસ્ત્ર લખે છે કે, "જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ આત્માના ગુણે આત્મા રૂપજ છે. આ ત્મા પિતાના ગુણથી શરીરમાં રહેલે છે.”
જે મુનિ પ્રમાદ રહિત છે. તેને નિશ્ચય સમ્યકત્વ પૂર્ણ હોય છે. કારણ કે તે મુનિ જેવું જાણે છે, તેવી રીતે તે ત્યાગ ભાવને ધારણ કરે છે. અને તેની શ્રદ્ધા પણ તેનેજ અનુરૂપ હોય છે. આ ઉપરથી સિદ્ધ થયું કે જે જીવ પોતાના સ્વરૂપને ઉપયોગ કરે છે. તેને તેને આત્મા તેજ જ્ઞાન, દર્શક અને ચારિત્ર છે. કારણકે આત્મા જ્ઞાન, દર્શન અને ચારિત્રના અભેદ ભાવે શરીરમાં રહે છે. તેથી જે જીવ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીને શુદ્ધ ઉપગ કરી વર્તતા હોય તે નિશ્ચય સમ્યકત્વવાળા કહેવાય છે.
બીજું વ્યવહાર સમ્યકત્વ અથવા વ્યવહાર શ્રદ્ધા છે, તે શાસનની ઉન્નતિના હેતથી ઉત્પન્ન થાય છે. દેવગુરૂ અને સંઘની બહુ માન સહિત ભકિત કરવી, જિનશાસનની ઉન્નતિ કરવી, અવિરતિ ગુણઠાણે રહેતાં પણ શાસ્ત્રોકત વિધિમાગે નિરાતચારપણે પ્રેવર્સ, તે વ્યવહાર સમ્યકત્વ કહેવાય છે.
હે શિષ્ય, તે ઉપર એક દૃષ્ટાંત છે, તે સાંભળ. ચંદ્રપુર નગરમાં દેવસિંહ નામે રાજા રાજ્ય કરતા હતા તેને મહેશ્વર અને ધર્મશ્વર નામે બે બ્રાહ્મણ મંત્રો હતા, મહેશ્વર ઘણે પ્રમાણિક અને ન્યાયથી ચાલનારે હતું. તેનું તે પ્રવર્તન સ્વભાવથીજ હતું તે જાણુતે હતું કે રાજા દેવસિંહે મને રાજ્ય તથા પ્રજાની સંભાળ રાખવાને નીમ્યો છે, રાજય તથા પ્રજને જે લાભ અથવા હાનિ થાય, તે મનેજ લાભ અથવા હાનિ થાય, એમ મારે સમજવું જોઈએ. હું પિતે રાજા નથી પણ રાજાને પ્રતિનિધિ છું. મારામાં અને રાજામાં અભેદ છે. રા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com