________________
સંયુકવ.
ર૯ સારમાં ભમતે એ જીવ એ યથાપ્રવૃત્તિકરણને અનંતિવાર કરે છે. સાત કર્મની જેટલી ઉત્કૃષ્ટ સ્થીતિ છે. તેને ક્ષય થતાં પલ્યોપમને અસંખ્યાતમે ભાગે ઓછી એક કડાછેડી સાગરોપમની સ્થીતિ બાકી સાત કર્મની રહે, ત્યાંસુધી યથાપ્રવૃત્તિકરણ કહેવાય છે. તે વિષે હું તમને બીજે પ્રસંગે સ્પષ્ટીકરણ કરી સમજાવીશ. સમકિતની પ્રાપ્તિ કરવામાં બીજું અપૂર્વકરણ છે. જે જીવ પૂર્વે આ સંસારમાં ભ્રમણ કરતાં કદિ પણ આત્માના પરિણામને પામ્યું નથી. માટે તે અપૂર્વ કરણ કહેવાય છે. પરિણામે રાગ દ્વેષની પરિણતિથી વ્યાપ્ત એવી છે ગ્રંથિ છે, તે અપૂર્વકરણથી ભેદવા માંડે છે. તે ભેદવાને જે અધ્યવસાય તેનું નામ જ અપૂર્વકરણ છે.
ત્રીજું અનિવૃત્તિ કરણ છે. જીવને જે અધ્યવસાય ફળની પ્રાપ્તિ કર્યા વિના નિવૃત્ત થાય નહિ, એટલે ઉપર દર્શાવેલ જે અપૂર્વ કરણરૂપ પરિણામ તે પાછો જાય નહીં, તે અનિવૃત્તિ કરણ કહેવાય છે–એ અનિવૃત્તિ કરણરૂપ પરિણામથી જીવ સમકિતને પ્રાપ્ત કરે છે.
શિષ્ય પુછે છે–હે ગુરૂવર્ય, તમે ધાન્યની કેઠી તથા નદીને પાવાણ, એ બે દષ્ટાંત આપ્યા, તે ઉપરથી મારા સમજવામાં આવ્યું કે, સ્વાભાવિક રીતે યથાપ્રવૃત્તિકરણ કરે છે, પણ હવે તેમાં એટલું પૂ. છવાનું છે કે, એવી રીતે ત્રણ કરણ કરીને અંતે સમકિતને પ્રાપ્ત કરનાર જીવ ફરી પાછો સમકિતથી ભ્રષ્ટ થઈ જાય કે નહિ? મને તે એમ લાગે છે કે, યથાપ્રવૃત્તિ કરણ આદિથી જે સમકિત પ્રાપ્ત થયું, તે પછી કાયમ રહેવાનું, કારણ કે, પછી જીવના સમ્યકત્ત્વવાળ પરિણામ ચડતા રહે, પણ ઉતરતા રહે નહીં, એટલે તેને સમકિતથી બ્રણ થવાનો વખત આવે નહિ.
ગુરૂએ હસતાં હસતાં કહ્યું, હે શિષ્ય, એ તારું માનવું ભૂલ ભ. રેલું છે. યથાપ્રવૃત્તિ કરણાદિથી જીવને જે સમકિત પ્રાપ્ત થાય છે, તે દઢ સમકિત નથી. એટલે તે કાયમ રહે એવું જાણવું નહિ. કારણ કે, તેથી ઉત્કટ વૈરાગ્યાદિ ગુણ કાયમ રહેતા નથી. વળી જીવમાં રાગદ્વેષના પરિણામથી વ્યાસ એવી જે ગ્રંથિ છે, તે ગ્રંથિ યથાપ્રવૃત્તિ કરણવડે ટાળી શકાતી નથી. કારણ કે, યથાપ્રવૃત્તિ કરણ કરીને અભવ્યજીવ પણ અકામનિર્જરાથી ગ્રંથિદેશ સુધી અનતિવાર આવે છે, ત્યાં શ્રી અરિહંત પ્રભુની સમૃદ્ધિ દેખી તેના પરિણામ સારા થાય છે. વળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com