________________
જૈન શશિકાન્ત. વાને કયો ઉપાય હશે? તે કૃપા કરી જણ.
ગુરૂ પ્રસન્નતાથી બેલ્યા-હે સદ્ગણી શિષ્ય, સમકિતની પ્રાપ્તિથવામાં શાસ્ત્રકારે ત્રણ કરણ બતાવ્યાં છે. એક યથાપ્રવૃત્તિ કરણ બીજું અપૂવકરણ અને ત્રીજું અનિવૃત્તિ કરણ જે અનાદિથી ચાલતું જીવના પરિણામનું પ્રવર્તન છે, તે યથાપ્રવૃત્તિ કરણ કહેવાય છે. એટલે જીવનું પ્રવર્તન અનાદિથી શુભરીતે ચાલતું આવતું હોય, તમાં કોઈ જાતના ફેરફાર થાય નહીં, તે સમકિતની પ્રાપ્તિને એક પિહેલો ઉપાય છે. તેમાં કારણના પરિપાકના બળથી એની મેળે મિથ્યાત્વ મંદ થઈ જાય છે. તે ઉપર ધાન્યની કેડીનું દષ્ટાંત અપાય છે. તે સાંભળ.
જેમ ધાન્યની મોટી કઠી પૂર્વે ભરેલી હોય, તેમાં હમેશાં ઘેટું ધાન્ય નખાતું હોય, અને તેમાંથી ઘણું ધન્ય કાઢવામાં આવતું હોય તે, તે ઘણે વખતે ખાલી થઈ જાય છે, તેમ જીવના આત્માને પ્રદેશ એક કઠી છે. તેમાં કર્મરૂપી ધાન્ય પૂર્વે ભરેલું છે. તે જીવને સહજઈચ્છા વિના અકામ નિર્જરાથી તથા છેદન ભેદન વગેરેથી મિથ્યાત્વ અનંતાનુબંધી કષાયની મંદતાને યેગે ઘણુ એકઠું કર્મ ન થાય, અને નિર્જરા ઘણી થાય એટલે તે નવા કર્મ બાંધે નહીં. અથાત્ નિર્જરા ઘણી થાય, અને બંધ અ૫ થાય, તેથી તેના આત્માના પ્રદેટારૂપ કોઠીમાં કર્મરૂપી ધાન્ય ઘટતું જાય છે-એટલે ઘગે કાળે તેને સમકિતની પ્રાપ્તિ થઈ શકે છે,
હે શિષ્ય, વળી તે યથાપ્રવૃત્તિકરણ ઉપર એક બીજું નદીના પાષાણનું દષ્ટાંત છે, તે સાવધાન થઈને સાંભળજે. જેમ પાષાણુ નદીના પ્રવાહમાં પડ્યા હોય, તેની ઉપર નદીની ધાર કાયમ પડવાથી તે પાષાણ ગળાકાર સુંવાળે થઈ જાય છે. અને સ્વભાવથી કોઈ ઘાટમાં આવી જાય છે, તે ઘાટ કાંઈ કોઈએ વિચાર પૂર્વક કર્યો નથી. તેવી રીતે જીવને યથાપ્રવૃત્તિકરણથી સમકિતની પ્રાપ્તિ થઈ જાય છે. ઉપરનું નદી અને પાષાણુનું દષ્ટાંત જીવમાં કેવી રીતે ઘટાવવું જોઈએ? તે સાંભળ. જે જીવ છે, તે પાષાણ છે. અને નદીને પ્રવાહ, કર્મને ઉદય છે. કર્મના ઉદયથી પચતે જીવ અકામ નિર્જરાથી કઈ ધર્મની પ્રવૃત્તિને યોગ્ય એવા ઘાટમાં આવી જાય છે.
હે શિષ્ય, અ.નું નામ યથાપ્રવૃત્તિકરણ કહેવાય છે. આ સં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com