________________
જૈન શશિકાન્ત. કેઈ અભવી પુલિક સમૃદ્ધિની ઇચ્છાથી ચારિત્ર લેવા પ્રવર્તે છે. ત્યાં તેને માત્ર દ્રવ્યથી શ્રતસામાયિકને લાભ મળે છે, પણ બાકી દર્શન સામાયિક વિગેરેને ઉત્તમ લાભ તેને મળતો નથી. એવી રીતે આ સંસારમાં ભમતા એવા અવ્યવહાર રાશિયા જીવને જ્યાં સુધી ચરમવર્તા–ચરમકરણની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી તેઓ ગ્રંથિદેશ સુધી અનંતવાર આવે, તે પણ પાછા પડે છે. એ ઉપરથી યથાપ્રવૃત્તિ આદિ કરણે વડે પ્રાપ્ત થયેલ સમક્તિ કાયમ રહે એવો નિશ્ચય કરે નહીં.
શિષ્ય પૂછ્યું, ભગવન, તમે જે કહ્યું કે, જીવ ગ્રંથિને ભેદે છે, તે કેવી રીતે ભેદે છે તે વાત મને સમજાવો.
ગુરૂએ ઉત્તર આપે—હે શિષ્ય, તે ઉપર શાસ્ત્રમાં ત્રણ દ્રષ્ટાંતે આપેલા છે, તે સાંભળ. * કેઈ ત્રણ મુસાફરો મુસાફરી કરતાં સહજપણે એકઠા મળી ગયા. તે ત્રણેને સમાગમ અચાનક થઈ આવ્યું. પછી તેઓ સાથે મળી માર્ગે ચાલ્યા. આગળ ચાલતાં એક ભયંકર અટવી આવી. અટવીને કેટલેક ભાગ ઉલ્લંઘન કર્યો, તે પણ તેને પાર આવ્યું નહીં. સૂર્યાસ્તને સમય થવા આવ્યું. આ વખતે તેઓના હૃદયમાં ભય ઉત્પન્ન થયા. આ વખતે ખરેખરી અસૂર વેળા જાણી બે ચાર લુંટવા આવ્યા. માર્ગની સામે ચારને આવતા દેખીને એ ત્રણે મુસાફરોને ઘણી ધાસ્તી લાગી. તે વખતે તેમાંથી એક મુસાફર એજ માર્ગો પાછો ફરી ઉતાવળે ચાલતો થયો. બીજા મુસાફરને ચેર કે એ આવીને પકડી લીધે. અને જે ત્રીજો મુસાફર હતા, તે હિંમત લાવી, તેઓની સા. મે થયે. તે બંને ને માર મારી પિતે આગળ વધી અટવીન છેડા ઉપર રહેલા પિતાના ઇચ્છિત સ્થાનમાં આવી પહોંચે.
હે શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી તારા સમજવામાં આવશે કે, જીવ સમ્યકત્વ પ્રાપ્તિ કેવી રીતે કરે છે. અને તેની ગ્રંથિને ભેદ શી રીતે થાય છે? આ સંસાર એ અટવી છે. તેમાં મુસાફરી કરનારા તે સંસારી જીવ છે. તેઓ ત્રણ પ્રકારે છે. જે અટવીને માટે માગ તે ક. ર્મની સ્થિતિ સમજવી. તેમાં જે રથાને તેઓને ભય લાગતે તે સ્થાન તે ગ્રંથિદેશ સમજ. તેમાં જે બે ચેર તે રાગ તથા દ્વેષ છે. આ સંસારરૂપી અટવીમાં મુસાફરી કરનારા ત્રણ જાતિના સંસારી જીને રાગદ્વેષરૂપી બે રે લુંટવા આવે છે. જે ત્રણ મુસાફરીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com