________________
૨૭૮
જૈન શશિકાન્ત,
ણે લખે છે –
" यः पश्येन्नित्यमात्मान मनित्यं परसंगमम् । छत्रं लब्धुं न शक्नोति
તરણ પોલિટુઃ” શા “આત્મા નિત્ય છે અને પરસંગમ અનિત્ય છે એમ જે જાણે છે, તેને મેહરૂપી તસ્કર અવકાશ પ્રાપ્ત કરી શક્તા નથી.” - આવા મહાત્માના વચને સાંભળી તે શેઠના હૃદય ઉપર પ્રતિબોધને પ્રકાશ પડી ગયે, અને તરત તેના હૃદયની શંકા દૂર થઈ ગઈ. પછી તે મહાત્મા ત્યાંથી વિહાર કરી ચાલ્યા ગયા અને તેના ઢય શ્રાવક ત્યારથી નિશ્ચિત થઈ ધર્મધ્યાન કરવા લાગ્યું અને અંતે તેના પરિણામ એવા થયા કે, તે પરમ પવિત્ર ચારિત્રધર્મ અંગીકાર કરી અને પિતાના શ્રાવકજીવનને કૃતાર્થ કરી ઉભયેલોકનું સંપૂર્ણ સુખ સંપાદન કરવાને ભાગ્યશાળી થયે હતે.
હે વિનીતશિષ્ય, વિદ્યાને પ્રભાવ એ દિવ્ય અને રમણીય છે. વિદ્યાના ખરા સ્વરૂપને જાણવાથી આમાની પૂર્ણ ઉન્નતિ થઈ શકે છે. વિદ્યાતવને જાણનારે પુરૂષ પિતાના શુદ્ધ ઉપગથી આ સં. સારની લક્ષમીને તરંગના જેવી ચપલ માને છે, આયુષ્યને વાયુની પેઠે અસ્થિર જાણે છે અને શરીરને વાદળાની જેમ ભંગુર સમજે છે. જે હદયમાં વિદ્યાતત્ત્વને ઉત્તમ બધ પ્રાપ્ત થયે હોય, તે તેનામાં મૂઢતા કે બ્રમ પ્રાપ્ત થતા નથી, એટલું જ નહિ, પણ તે બીજાની મૂઢતાને અને ભ્રમને નાશ કરી શકે છે. તે ઉપર એક લઘુ દષ્ટાંત મનન કરવા ગ્ય છે.–
- કોઈ નગરમાં શિવકર નામે એક બ્રાહ્મણ રહેતું હતું. તેને પવિત્રતા ઉપર ઘણી પ્રીતિ હતી. તે ત્રણે કાળ પવિત્ર રહેતા અને સ્નાન વગેરેથી શરીરની સ્વચ્છતા સારી રીતે રાખતા હતા. હમેશાં ત્રિકાળ સ્નાન કરતે, સ્વચ્છ વસ્ત્ર પહેરત અને શુચિતાથી વર્તતે હતે. પ્રાતઃકાળને બધે સમય તે સ્નાનાદિક ક્રિયામાં પ્રસાર કરતે હતે. તે સાથે તે ઘણે હેમી હતે. કોઈપણ બીજા માણસને સ્પર્શ કરતે નહિ. પિતાના સિવાય બીજા બધા લોકોને તે અપવિત્ર માનતે હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com