________________
જૈન શશિકાન્ત,
મારી ભાવના સિદ્ધ કરવાનું તે એક ઉત્તમ સાધન થઈ પડશે. મારા હદયની લાગણી સફળ કરવાની તે એક મુખ્ય શક્તિ થઈ પડશે. આ નિશ્ચયથી તેની મને વૃત્તિ ઉત્સુક થઈ અને તત્કાળ તે મહાદેવીની ઉપાસના કરવાને તત્પર થયે. અલ્પ સમયમાં તેણે વાદેવીની સારી આરાધના કરી અને તે પવિત્ર શિવ શારદાની સેવામાં એટલે બધે આસક્ત થયે કે, તેણે મને બળ, વચનબળ અને કાયબળ તેમજ અર્પણ કરી દીધું. તે પોતાના સમયને ઉપયોગ સર્વેદ જ્ઞાનોપાસનામાંજ નિર્ગમન કરવા લાગ્યા. પવિત્ર શ્રાવકકુમાર શિવે ઉ. ત્સાહશક્તિના બળથી અલ્પ સમયમાં સારું જ્ઞાન સંપાદન કરી લીધું. જ્ઞાને પાર્જન કરવામાં પણ તેણે ભાવનાના બળને આશ્રય કર્યો, તેથી તેનામાં ડું જ્ઞાન પણ વિશેષ જ્ઞાન થઈ પડ્યું. પવિત્ર ગીર્વાણ ગિરા તેના શુદ્ધ હૃદયમાં સારી રીતે વ્યાપી ગઈ અને ગ્રંથબળ અલ્પ છતાં તેનામાં અર્થબળ વૃદ્ધિ પામી ગયું. તેના અભ્યાસને કમ પ્રતિદિન પુષ્ટ થવા લાગ્યો અને તેમાં સદવિચારનું ઉત્તમ પિષણ મળતાં, તેને પ્રબુદ્ધ હૃદયમાં તે સારી રીતે પલ્લવિત થઈ ગયે.
બાળક શિવ કિશોર અવસ્થામાંથી મુક્ત થઈ યૌવન વયમાં પ્રાપ્ત થયે. તેના વયની સાથે તેના જ્ઞાન અને વિચાર પણ વનવય ને પ્રાપ્ત થયા જ્ઞાન અને વિચારના વનની સાથે શિવનું વનવય ખીલવા લાગ્યું. વર્તમાન કાળના યુવાને વિષય વિકારમાં તલ્લીન થઈ પિતાના મનને મદન વશ કરવા તત્પર થાય છે, અને અનેક પ્રકારના સાંસારિક રાગમાં રક્ત બની પિતાના ચિંતામણીરૂપ માનવ જીવનને મલિન કરે છે, ત્યારે શાંત સ્વરૂપ શિવ તે નવયની ઉપેક્ષા કરી અને વિષયને તૃણવત્ ગણી પિતાના મનને ઉત્તમ પ્રકારની ભાવનામાં ભાવિત કરે છે. હે શિષ્ય, તે યુવાન થયેલ શિવ જ્ઞાનારાધન કરતે અને તે સાથે ઉત્તમ પ્રકારની ભાવના ભાવતું હતું. એક વ. ખતે તેણે એવી ભાવના ભાવી કે, “આ જગમાં મારા સાધર્મિ જ્ઞાતિજને અને બંધુઓની ધાર્મિક અને સાંસારિક સ્થિતિ સારી નથી. મારે પરમ પવિત્ર આહંત ધર્મ અવનતિ ઉપર આવી ગયો છે. જૈ. ન પ્રજા પિતાના ધર્મને સ્વરૂપને યથાર્થ રીતે સમજતી નથી. માટે કેઈપણ રીતે તેમની સાંસારિક અને ધાર્મિક ઉન્નતિ પુનઃ પ્રાપ્ત કરી વવા પ્રયત્ન કરે, અને જૈન ધર્મનું રહસ્ય રૂપાંતર કરી અલ્પમતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com