________________
ર૩૧ આ વાક્ય સાંભળી તે વખતે મને મારા હૃદયમાં અનેક વિચાર થવા લાગ્યા, પણ આપની આગળ ઉપદેશવાણું સાંભળવાની ઈચ્છાથી તે વખતે મારા હૃદયને તે વિચારમાંથી મુક્ત કરી આપને ઉપદેશ સાંભળવામાં તલ્લીન કર્યું હતું. હે મહાનુભાવ, આપનું વ્યાખ્યાન પૂર્ણ થયા પછી હું ઉઠીને આપણે આહાર વિગેરે ક્રિયામાં પ્રવૃત્ત થયે, અને તેથી એ વાત તે વખતે ભૂલી ગયે. પણ પાછળથી મને તે વાત યાદ આવી હતી. એક વખતે સાયંકાળનું પ્રતિક્રમણ કર્યા પછી કેટલીએક રાત્રિ જતાં સ્વાધ્યાય ધ્યાનથી નિવૃત્ત થઈ હું સંથારા ઉ. પર શયન કરવાને આવ્યું. શયન વખતની ક્રિયા કરી નિદ્રાના પ્રમાદમાં આત્માને પાડવાને તત્પર થયા, તેજ વખતે આપના વ્યાખ્યાન વખતે સાંભળેલું પિલું વાક્ય મારા સ્મરણમાં આવ્યું. મને વિચાર થયે કે, “ગુરૂએ વ્યાખ્યાનમાં જે જ્ઞાની પુરૂષની તૃપ્તિની વાત કહી હતી, તે કેવી તૃપ્તિ હશે ? ચિરકાળ ટકે એવી અવિનશ્વર તૃમિ શી રીતે પ્રાપ્ત થતી હશે? તે આહારિક દ્રવ્યવૃતિ હશે? કે અંતરંગની ભાવતૃપ્તિ હશે? આહારિક દ્રવ્યતૃપ્તિ તે તે નહીં જ હય, કારણકે તે તૃતિ ટકી શકતી નથી. તે કોઈપણ લકત્તર ભાવતૃપ્તિ હોવી જોઈએ.” આમ વિચાર કરતે કરતે હું ચિરકાળે નિદ્રાને આધીન થઈ ગયે હતે. પછી તે વાતનું મને વિસ્મરણ થયું કે, પુનઃ આજ સુધી તે મારે વિચાર પ્રગટ થયેજ નહીં. તે દિવસની પ્રમાદરૂપ ગાઢ નિદ્રાએ મને મારે તે સદ્વિચાર ભૂલાવી દીધું હતું. હે સ્વામી, આજે મારા પુણ્યને મારા હૃદયમાં એ વિચાર અચાનક ફુરી આવ્યું છે. માટે હું આપની સમક્ષ મારી તે શંકા પ્રગટ કરું છું, તે આપ કૃપા કરી સાંભળો. મને પૂર્ણ આશા છે કે, આપ મારી આ શંકાને નિરસ્ત કરી મને નિઃશંકપણાના આનંદને અનુભવ કરાવશે. / - યતિશિષ્યનાં આ વચન સાંભળી તે શાંતમૂર્તિ ગુરૂપ્રસન્ન થઈ ગયા, અને તેઓ મેઘના જેવી ગંભીર વાણીથી બાલ્યા–“હે વિનીત શિષ્ય, તે ઘણેજ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. પરમ તૃપ્તિનું સ્વરૂપ જાણવાથી તારા આત્માને ઘણે જ આનંદ ઉત્પન્ન થશે.
આ જગતમાં તૃતિનો અર્થ તૃપ્ત થવું, એટલે ઈચ્છિત વસ્તુ ના લાભથી પૂર્ણ થઈ સંતુષ્ટ થવું, એ થાય છે. એ તૃપ્તિ દ્રવ્ય અને ભાવ-એવા પ્રકારે છે. આ લેખના ડુંગલિક પદાર્થો મેળવીને સંતુષ્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com