________________
૨૩૬
જૈન શશિકાન્ત.
*
અકાર્ય કરાવે, તે પછી પુત્ર અવિચારી અને પાપી થાય, તેમાં શું આશ્ચય ? પિતા, તમે મને નિરપરાધીને ઘરની બાહેર કાઢવાનું કહ્યું, તે ખાતે હું તમારા ઉપકાર માનું છું. આવા પાપી કુટુંબમાં રહેવા કરતાં જગલમાં રહેવું વધારે સારૂં છે.” આટલું કહી હું ઘરના બાહેર જવાને તૈયાર થયા, તે વખતે મારા પિતાએ રોષથી કહ્યું, “અરે અધમ ઉપેક્ષક, તું પ્રમાણિકતાના કાંકા રાખે છે, તેતને દુઃખદાયક થઇ પડશે. તું ઘરની ખાહેર જઇશ, તેથી મને કાંઇપણુ હાનિ થવાની નથી, તારા જેવા બેદરકારી પુત્રની મારે કાંઈ જરૂર નથી. હું તારા વિના સ રીતે સુખી થઇશ. પુત્ર, છેલ્લી વખતે મારે તને એક પિતા તરીકે કહેવું જોઇએ કે, તું આ સાહસ કરી ઘરની મહેર જાય છે, પણ જતાં પેહેલાં વિચાર કરજે. કારણ કે, પાછળથી તારે પસ્તાવું પડશે. તારા જેવા ઘણા ઉત્કૃખલ પુત્રા ઘર તથા કુટુંબનો ત્યાગ કરી દુઃખી થયેલા છે. તેવી રીતે તું પણ દુઃખી થઈશ, ઘર, માતપિતા અને કુટુંબ વિના તારી સંભાળ કેાણ લેશે ? તારે અલ્પ સમયમાં દુઃખી થઇ આ ઘરમાંજ પાછું આવવુ પડશે, અને દીર્ઘ પશ્ચાત્તાપ કરવેા પડશે. ’
હું ભદ્ર દપતા, પિતાનાં આ વચનો હુ· સાંભળી રહ્યો, તેના કાંઇપણ ઉત્તર આપ્યા વગર હું ઘરમાંથી ચાલી નીકળ્યેા. તે વખતે મારી માતાના નેત્રમાંથી અશ્રુધારા ચાલી હતી, પણ મારા પિતાના ભયથી કાંઇપણ બોલી શકી નહિ, હું માતાપિતાને અને મારા જયે ” બંધુઓને પ્રણામ કરી ઘર ઈંડી જગલમાં ચાલ્યા ગયા. જંગ લમાં બે દિવસ સુધી હું ક્ષુધાથી પીડિત થયે, અને મેં મારા શરીર ને માંડ માંડ નિર્વાહ કર્યાં, મને તે વખતે મારા ઘરનું અને કુટુંબનું મરણ થયું હતુ, તથાપિ પૂર્ણ દઢતા ધારણ કરી હું જંગલમાં રહ્યા હતા.
'
ત્રીજે દિવસે ‘ આજે કેવી રીતે નિર્વાહ કરવા' એવી ચિંતા હુ કરતા હતા, તેવામાં કાઇ મહાત્મા તે માગે પ્રસાર થતા મારા જોવા માં આવ્યા. મહાત્માને જોઇ હું તેમની પાસે ગયા, અને મેં તેમ ના ચરણમાં વંદના કરી. મહાત્માએ મને હૃદયથી આશીષ આપી કહ્યુ', “ વત્સ, તું કેણુ છે? અને આ નિર્જન વનમાં કેમ રહે છે? મે વિનયથી કહ્યું, “ભગવન, હું એક ગૃહસ્થને દુઃખી પુત્ર છું. મારા તમે મને પ્રમાણિક જાણી ઘરની ખાહેર કાઢી મૂકયા છે, હુવે હું
tr
,,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com