________________
ત્યાગ.
ર૧૭
ઘેર જવાને ઈચ્છતો નથી. આ વનમાંજ મારે નિર્વાહ કરવાને છે. મારે નિર્વાહ કેવી રીતે થાય? તે કેઈ ઉપાય બતાવે, તે તમારે મારીપર મેટો ઉપકાર થશે. હું આપને શરણું છું.” મારાં આવાં વચન સાંભળી તે યેગીએ મને મારા ઘરને વૃત્તાંત પૂછ્યું, તે ઉપરથી મેં મારે બધે વૃત્તાંત તેની આગળ નિવેદન કર્યો. તે સાંભળી તે મને હાત્માએ મને ઉત્તમ બોધ આપે, અને તે વનમાં ભાવ કુટુંબ સાથે રહી નિર્વાહ કરવાને ઉપાય બતાવ્યું, જેથી હું તે વનમાં કુટુંબની જેમ સુખી થઈ રહ્યો હતો. મને સુખી કરી મહાત્મા પોતાને સ્થાને ચાલ્યા ગયા હતા. જ કેટલાક સમય ગયા પછી મારા પિતાએ મારા ત્રણ બંધુઓની સંમતિથી જે પેલા નઠાર માલ દગો કરીને વેચ્યો હતો, તે વાત રાજાના જાણવામાં આવી, તેથી તેણે મારા પિતાને ભારે દંડ કરી તેની બધી મીલકત જપ્ત કરી. રાજાના કેપથી મારું કુટુંબ દુઃખી હાલતમાં આવી ગયું, અને બધું છિન્નભિન્ન થઈ ગયું. પાછળથી મારા કુટુંબની આવી નઠારી સ્થિતિ થઈ છે, એ વાત મારા જાણવામાં ન હતી. હું તે પિલા મહાત્માએ બતાવેલા ઉપાયથી વનમાં મારા શરીરને નિર્વાહકરતે અને તેણે પ્રતિબોધેલા કુટુંબમાં રહી મારા આત્માને આનંદ પમાડતે હતે.
એક વખતે તે વનમાં હું ફળાહાર માટે ફરતો હતો, તેવામાં કઈ ચાર પુરૂ કુવાડે લઈ સુકાં લાકડાં ભાંગતા અને તેને ભારો કરતા મારા જેવામાં આવ્યા. હું તેમની પાસે જઈ ચડે. તેવામાં તેઓ માંથી એક વૃદ્ધ –“મહારાજ, આપ કયાં રહે છે? આ જંગલમાં કેમ ફરે છે? આપનું કુટુંબ કયાં છે?
મેં તે વૃદ્ધને ઉત્તર આયે, “હું આ જંગલમાં રહું છું, મારું ઘર અને કુટુંબ મારી સાથે છે, અને મને અહિં ઘણું સુખ મળે છે.” મારાં આ વચન સાંભળી તે ચારે આશ્ચર્ય પામી ગયા. તેમાંથી વૃદ્ધે પુનઃ પ્રશ્ન કર્યો, “મહારાજ, તમારું ઘર અને કુટુંબ તમારી સાથે દેખવામાં આવતું નથી, અને આવા જંગલમાં તમે સુખી હો, એ વાત અમારા માનવામાં આવતી નથી. તેમ વળી તમે જે ભાવ કુટુંબ કહ્યું, તે કેવું કુટુંબ કહેવાય? એ પણ કાંઇ સમજવામાં આવતું નથી.” વૃદ્ધનાં આવાં વચન સાંભળી મેં તેમને હાસ્ય કરતાં કહ્યું, –ભાઈ ત* SH. K. ૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com