________________
ત્યાગ.
૨૧૫ મારા પિતાને વેપાર મેટે હતે. વિદેશમાં તેમની સારી ખ્યાતિ હતી. મારા ત્રણ યેષ્ટ બંધુએ પિતાની સાથે રહી વ્યાપાર કરતા હતા, અને તેથી તેઓ વ્યાપાર કળામાં પ્રવીણ બની ગયા હતા. માત્ર હું એકજ વ્યાપાર કળામાં મંદ લાગતું હતું. જોકે વ્યાપારની સર્વ પદ્ધતી મારી જાણવામાં આવી હતી, પણ બેદરકારીને લઈને મારા પિતા અને પિતાના વ્યાપારમાં સામીલ કરતા ન હતા. મારામાં બેદરકારી રાખવાનો અવગુણ છે, એમ જાણી તેઓ મને દૂર રાખતા અને મારી તરફ અભાવ બતાવતા, તથાપિ હું સંતોષ માની તે વિષેની ચિંતા રાખતું ન હતું. મારામાં પ્રમાણિકતાને મેટો ગુણ હતે; તે ગુણને લઈને હું કેઈની દરકાર રાખતું ન હતું, અને કર્મઉપર આધાર રાખી મારા મનમાં આનંદ પામતા હતા.
એક વખતે મારા પિતાની દુકાનમાં કેટલે એક નઠારે માલ આવ્યું. તે માલ સમુદ્ર માર્ગે આવતાં રસ્તામાં બગડી ગયા હતા. જે એ માલ ન ખપે, તે તેમને મેટી નુકશાની થાય તેવું હતું. આથી તેમણે અમે ચારે ભાઈઓને લાવીને કહ્યું કે, “તમે આ નઠારે માલા બીજા સારા માલમાં ભેળવી દે, અને તેને સારે કહી વેચી દે. જો તેમ નહિ કરે, તે આપણને ભેટી હાનિ થશે.” પિતાને આ વિચાર મારા ત્રણે ભાઈઓને રૂચિકર લાગ્યા, અને તેમણે તેમાં પૂર્ણ સંમતિ આપી, પણ પ્રમાણિકતાના ગુણને લઈને મેં તેમાં સંમતિ ન આપી. તે વખતે મારા પિતાએ મારે તિરસ્કાર કર્યો, અને મને કઠેર શબ્દથી કહ્યું, “દુષ્ટ ઉપેક્ષક, પિતાની આજ્ઞાને નહિ માનનારા તારા જેવા ઉછુંખલ પુત્રને ધિક્કાર છે. આ તારા ત્રણે બંધુઓ કેવા સદગુણી અને પિતાના ભક્ત છે. તારા જેવા પુત્રને ઘરની બાહર કાઢી મૂકવું જોઈએ. જે કુટુંબમાં તારા જેવાં સંતાનો હેય, તે કુટુંબ અધમ દશાને પામે છે.” પિતાનાં આ વચન સાંભળી મારા હૃદયમાં દુઃખ લાગી આવ્યું, અને હું રેષાતુર થઈ બે -“પિતાજી, મેં શે અપરાધ કર્યો છે, કે જેથી તમે મને આવા કઠેર શબ્દ કહે છે? તમે પોતે દુષિત થઈ બીજાને દુષિત કરવા તૈયાર થયા છે. જે માલ નઠારે છે, તેને સારા માલમાં ભેળવી દગે કરે, એ ઘણું નઠારું કામ છે. એવા દૂષિત કામમાં મેં તમને સંમતિ ન આપી, તેમાં મારે શ દોષ છે? પિતાએ પુત્રને પાપકર્મમાં પ્રેરણ ન કરવી જોઈએ. જ્યારે ગુરુરૂપ પિતા થઇ પુત્રની પાસે એવું -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com