________________
૨૧૪
જૈન શશિકાન્ત. આશ્રયની અપેક્ષા રાખતાં નથી. રાજમહેલમાં હજારે સેવકેથી સેવાતે રાજા દુઃખી દેખાય છે, અને જંગલમાં એકાકી પડેલે તાપસ કે યેગી સુખી દેખાય છે. સર્વ પ્રાણીને માતાપિતા કે કુટુંબહેતાં નથી. દંપતી, આ તમારે લલિત જે પુણ્યવાળે હશે, તો તે તમારા શિવા ય પણ સુખી થશે, અને જો તે પુણ્યરહિત હશે, તે તમે વિદ્યમાન હશે, તે પણ તે દુઃખી થયા વિના રહેશે નહિ. અમારા જેવા ત્યાગીઓને માતાપિતા, કુટુંબ કે આશ્રય આપનાર હેતું નથી, છતાં અમે માતાપિતાવાળા અને કુટુંબી હેઈએ તેવા સુખી છીએ. કારણ કે, અમારી માવત્તિમાં ત્યાગ બુદ્ધિ હેવાથી અમને કઈ જાતની ચિંતા થતી નથી.”
મહાત્માનાં આ વચન સાંભળી સુભાનુ જરા શાંત થઈ ગયે. તેના હૃદયમાંથી અજ્ઞાનરૂપી અંધકાર ઓછું થઈ ગયું. મહાત્માના ઉપદેશે તેની મૂઢતા દૂર કરી. તથાપિ તેનું હૃદય તદ્દન નિશંક થયું ન હતું. “બાળકને માતપિતાના આધારથી સુખ મળે છે” એ નિશ્ચય હજુ તેની મને વ્રત્તિમાં જાગ્રત થયા કરતું હતું. તેણે વિનયથી જણાવ્યું, “ભગવન, આપના ઉપદેશથી મારા મનને શાંતિ વળી છે, તથાપિ જે વાત આપ કહે છે, તે મને શંકા ભરેલી લાગે છે. કારણકે, બાળકને માતપિતા શિવાય બીજો કણ સુખકારી થાય? એ વાત મારા મનમાંથી દૂર થતી નથી. વળી આપ કહે છે કે, અમે - ગી લેકે માતપિતાવાળા હોઈએ, તેવા સુખી છીએ, આ વાતમાં ૫ણ સંદેહ રહે છે. સંસારના સર્વ પદાર્થોને ત્યાગ કરી સંયમ માર્ગ ને સેવનારા એવા તમને માબાપ કે કુટુંબ કયાંથી હોય ? અને જ્યારે માબાપ કે કુટુંબન હોય, ત્યારે તમને તેવું સુખ કયાંથી મળે? આ વાત મને નિઃસંદેહ થતી નથી. મહાત્મા હાસ્ય કરીને બેલ્યા“ભદ્ર, જ્યાં સુધી તમારા હૃદયનું અંધકાર દૂર થયું નથી, ત્યાં સુધી તમને આ વાત નિઃસંદેહ થશે નહીં. હું જે જે વાત કહીશ, તે તે વાત તમને આશ્ચર્યકારી અને સંદેહયુક્ત લાગશે. અરે મૂઢાત્મા, મારી વાત સાંભળી તમે આશ્ચર્ય પામશે” “કેશાંબી નગરીને એક ધનાઢ્ય વેપારીને પુત્ર હતું. મારું નામ ઉપેક્ષક હતું. હું કેઈની દર કાર ન રાખતે, તે ઉપરથી મારા પિતાએ મારૂં ઉપક્ષક નામ રાખેલું હતું. અમે ચાર ભાઈઓ હતા. તે સર્વમાં હું ના ભાઈ હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com