________________
૨૫
ઇદ્રિયજય. - જેનાગમ કહે છે કે, શુભધ્યાનમાં મગ્ન થયેલી મને વૃત્તિ જ્યારે પિતાના સ્વરૂપનું અખંડ ચિંતવન કરે છે, ત્યારે તે પરમાત્મ તત્વને સાક્ષાત્કાર કરવાને સમર્થ થાય છે. વિષયચિંતન વિનાનું આત્મચિંતન જ્યાં સુધી મને વૃત્તિ વિવિધ કામનાને વશ હેય, અને ઇન્દ્રિ વિવિધ વિષયોથી આકર્ષાતી હોય છે, ત્યાંસુધી કદિપણ સંભવતું ન. થી. જ્યારે મનવૃત્તિમાં કઈ પણ વિષયની કામના હેતી નથી, અને ઇન્દ્રિયે ગમે તેવા મેહક પદાર્થોને જોઈને તેના પ્રતિ ધાવન કરતી નથી, ત્યારે આવું અખંડ ચિંતવન કરવાને મન સમર્થ થાય છે. - ભદ્ર, આ વાત ધ્યાનમાં રાખી પ્રવર્તન કરે છે. જે તમને શુદ્ધ તત્વજ્ઞાનની ઈચ્છા હોય, તે બીજા પ્રયત્ન પછી કરજે. પણ પ્રથમ તમારા અંતઃકરણમાં ઉત્પન્ન થતી હજારે કામનાઓને દૂર કરી નાખછે. જ્યાંસુધી તમારા હૃદયમાં એ કામનાઓનું જાળ બંધાયું રહેશે, ત્યાંસુધી તમે જૈનગમનાં તાવિક પુસ્તકે ગમે તેટલાં વાંચશે, તે - પણ તે તમને સારી અસર કરી શકશે નહિ. ચપળ મનવૃત્તિવાળા પુરૂષ અહર્નિશ તત્વનાં પુસ્તકો વાંચ્યા કરે અને મુનિઓના વૃદમાં ભમ્યા કરે, તે પણ તેની ધારણ કદિપણ સફળ થવાની નથી. ચપળ ચિત્તને લઈને તમારા હૃદયમાં તાત્વિક બેધ સ્થિર થઈ શકશે નહિ, એિ વાત નિશ્ચયથી માનજે. પ્રતિકમણ અને પૌષધ વ્રત ધરનારે મને નુષ્ય જે ચમળવૃત્તિ હેય, તો તે કિયાનું શુભ ફળ મેળવી શકતા નથી. તેને ચપળ હૃદયમાં અસંખ્ય કામનાઓ પ્રગટ થયા કરે છે, પ્રગટ થયેલી તે અસંખ્યકામનાઓ શું કરે છે, તે તમે જાણે છે? તે તમારા મનને અસંખ્ય પ્રવાહમાં વહેંચી નાખે છે, અને તેને કાર્યસાઘક એક પ્રવાહુ તે કદિ પણ જામવા દેતી નથી. તમારી અસંખ્ય કામનાએ એક પણ મહત્વનું કાર્ય તમને સિદ્ધ કરવા દે, એમ છેજ નહિ. સર્વ કામનાઓને લય કરી જ્યારે એક ધાર્મિક મુખ્ય કામના અને સાધારણ બળથી ધારવામાં આવે છે, ત્યારેજ તત્વબોધનું અસાધારણ બળજામે છે, જે બળને હરાવવા કેઈ દેવ પણ સમર્થ થઈ શકતું નથી.
ભદ્ર, વળી બીજી એક વાત ધ્યાનમાં રાખવાની છે. અને તે કેટલાએકની અનુભવ વાણી છે. જે મનુષ્યની પંચ જ્ઞાનેન્દ્રિમાંથી
એક કે બે ઇંદ્રિયને નાશ થયે હોય છે, તેમની બાકીની ઇન્દ્રિયે વધા - રે બળવાન થાય છે. જેઓ અંધ હોય છે, તેઓની સ્પર્શ તથા શ્રેત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com