________________
જૈન શશિકાન્ત.
ની ઇન્દ્રિય અન્ય મનુષ્યના કરતાં વધારે બળવાન હોવાનાં અનેક ઉ. દાહરણ જડી આવે છે. વળી એવા મનુષ્યની સ્મરણશક્તિ તથા અન્ય માનસિક શક્તિઓ અધિક બળવાન હોય છે, એમ પણ પ્રસિદ્ધ થયેલું છે. અને આમ થવું સ્વાભાવિક છે. કારણકે, એક બે ઇંદ્રિયને નાશ થવાથી તે ઇદ્રયદ્વારા થતા સત્વબળના ક્ષયને સંચય થાય છે. અને એ સંચય અન્ય ઇંદ્રિવડે ઉપયોગમાં લેવાથી તેઓનું બળ અધિક વધે છે. આ જ પ્રમાણે જે મનુષ્ય પિતાના અંતઃકરણમાં પ્રવ
તી સે ઈચ્છાઓમાંથી નવાણું ઈચ્છાઓને નાશ કરે છે, તેઓની રહેલી એક ઈચ્છા અત્યંત બળવાનું થઈ વિલક્ષણ તીવ્રતાને ધારણ કરે છે, અને તે તીવ્રતાના બળવડે તે પિતાને ધારેલે અર્થ સત્વર સિદ્ધ કરે છે. આથી સિદ્ધ થયું કે, અંતઃકરણમાં ઉઠતી સેંકડે નકામી ઈચ્છાએને કાપી નાખવી, એ ધારેલા અર્થને સત્વર સિદ્ધ કરવાને મુખ્ય અને પ્રથમ ઉપાય છે. મનમાં ઉઠતી પ્રત્યેક નાની નાની ઈચ્છાઓને અનુકૂલ વિષયે આપી તૃપ્ત કરવી, એ આપણું મુખ્ય પવિત્ર ઈચ્છાના બળને તેડી નાખવા બરાબર છે. પ્રત્યેક નાની નાની ઈચ્છાઓને સંતેપવાથી મુખ્ય ઈચ્છા સર્વદા દુર્બળજ રહે છે, અને તેથી ઘણુ મનુષ્ય લાંબા વખત આહંત ધર્મના તાત્વિક ગ્રંથ વાંચતાં છતાં, મહાભાઓને સમાગમ કરતાં છતાં અને ધર્મનાં સાધનો સેવતાં છતાં તેમનામાં સત્ય પરિણતિ પ્રગટ થતી નથી, અને સત્ય શુભ પરિણતિ પ્રગટ થયા વિના તેઓ આહંત ધર્મના તત્ત્વાનુભવથી બનશીબ રહે છે. હે ભદ્રામા, આ ઉપદેશ ધ્યાનમાં રાખી સદા વર્તાજો. તમારા હદયમાં કોઈ જાતની કામના રાખશે નહિ. નિષ્કામ વૃત્તિ રાખવાથી તમે ઈચ્છિત વસ્તુને લાભ મેળવી શકશે.” આટલું કહેતાં જ તે મહાત્મા અદશ્ય થઈ ગયે. મહાત્માનું અદર્શન થવાથી તે ગૃહસ્થ સંજમ પામી ચારે તરફ જેવા લાગે. ક્ષણવાર પછી તે તાત્વિક વિચાર કરતે કરતે પિતાના સ્થાનમાં આવ્યું. જ્યાં તેણે પોતાના હદયને ભાવમય બનાવી, ઈદ્રિને જય કરી અને સર્વ પ્રકારની કામના દૂર કરી ધર્મસાધના કરી હતી. છેવટે તે સમાધિમરણ પ્રાપ્ત કરી શિવમાર્ગનો પથિક બન્યું હતું.
ગુરૂ કહે છે—હે વિનીત શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી તમારે એટલે બોધ ગ્રહણ કરે કે, “ઇંદ્રિય તથા મનને જય કરનાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com