________________
૨૦૪
જૈન શશિકાન્ત.
ત્યેક વ્યવહાર શમદમથી વિરોધી છે. વસ્તુતાએ આબુ' જગત્ વિષયરૂપ છે, અને તેથી કરીને જેની વૃત્તિમાં જગના કે ઈપણ પદાર્થ અથવા પ્રસ’ગ સ્ફુર્યાં કરે છે, અને જેનુ શરીર તથા ઇંદ્રિયા જગન્ના કોઇપણ પદાર્થ અથવા પ્રસ’ગ સાથે પ્રેમથી સંબંધવાળાં થાય છે, તેને શમક્રમની સિદ્ધિ થઇ શકતી નથી. જયારે શમક્રમની સિદ્ધિ ન થાય, એટલે તેએ ઇંદ્રિયાના ઝપાટામાં આવી જાય છે. તેથી આખરે તેઓને વિષયાની મહાવેદનામાં સપડાવુ પડે છે.
હે ભદ્રાત્મા, આ વાત તમારા લક્ષમાં રાખજો, શમક્રમની સત્તા સ'પાદન કરી તમે તમારી ઇંદ્રિયે! ઉપર વિજય મેળવો. જે માણસ ઇંદ્રિય વિજયી થાય છે, તે સર્વે વિજયી થઇ શકે છે. જ્યારે આત્મા ઇંદ્રિય વિજયી થયા, એટલે તેને પરમાનદના અનુભવ નજીક આવે છે. કારણકે, ઇંદ્રિયાના વિજય થવાથી અંતઃકરણ કે ઇ જાતની કામના ધારણ કરતું નથી. અંતઃકરણમાં કામના હાય, તેજ મન વિષયે નું ચિંતન કરે છે. અને ઇંદ્રિયા તે પ્રત્યે ધાવન કરે છે. અનિષ્ટ વસ્તુ ખાવાની મનુષ્યને કામના હેાતી નથી, અને તેથી તેની વૃત્તિ જેમ ષટુરસ ભાજનને પ્રેમથી ચિંતે છે, તેમ તે અનિષ્ટ વસ્તુને પ્રેમથીચિંતતી નથી અને ષડ્સ ભાજનને જોઇને જેમ તેની ઇન્દ્રિયા વેગથી લેાલુપ અની તે પ્રત્યે ધાવન કરે છે, તેમ અનિષ્ટ વસ્તુ જોઈને તેના મુખમાં પાણી છૂટતું નથી, અને તેની ઇંદ્રિયા વેગથી તે પ્રતિ ધાવન કરતી
નથી.
કોઇપણ વસ્તુની કેાઇને સિદ્ધિ કરવી હાય છે, તે તેણે તે વસ્તુની કામના વિના અન્ય સર્વ કામનાએના તે વસ્તુ સિદ્ધ કરવાના પ્રયત્નકાળે ત્યાગ કરવા પડે છે. જો તેમ તે નથી કરતા, તે સિદ્ધ કરવાને ધારેલી વસ્તુની પ્રાપ્તિ તેને થતીજ નથી. કેાઈ વિદ્યાથી કાઇ અમુક પાઠ ગણુતા હોય, તે સમયે તેના અ'તઃકરણમાં કઇ રમત કે ક્રીડા કરવાની કામના સ્ફુરે છે, તેા તે ગણવાનું કાર્ય તત્કાળ અટકી પડે છે, અને જયાંસુધી તે વિદ્યાથી રમવાની કામનાના ત્યાગ કરતા નથી, ત્યાંસુધી તેનું અભ્યાસ કરવાનું કાર્ય સિદ્ધ થતું નથી. જયારે સ’સાર-વ્યવડારનાં તુચ્છ કાર્યાં પણ તે કાર્ય વિનાની અન્ય કામનાએને ત્યાગ કર્યા વિના સિદ્ધ થતાં નથી, તે પરમાર્થિક-ધાર્મિક પ્રયત્ન મનેવૃત્તિ વિષયનું ચિંતન કરતી રહે, અને સિદ્ધ થાય, એ શી રીતે બને ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com