________________
ઇકિય જય.
૨૦૩ હું તમારે પૂર્વને ઉપકારી મિત્ર છું. પૂર્વે તમે મારી ઉપર મિત્રતાને લઈને ઘણું ઉપકાર કર્યા છે. તે ઉપકારને આધીન થઈ હું તમને પ્રતિ બેધવાને દેવલેકમાંથી આવ્યો છું. માનવ ભવમાં તમારી સહાયથી મેં ધર્મસાધન કર્યું હતું. તે ધર્મના પ્રસાદથી હું દેવાવતાર પામ્ય છું, તમને સંસારના દ્રવ્ય સુખમાં અભિમાની થયેલા જોઈ હું મહામાનરૂપે પ્રતિબોધ કરવા આવ્યો છું. હવે કાર્યસિદ્ધિ થઈ છે. હું મારા ઈષ્ટકમાં જાઉં છું, તમારા હદયમાં જે પરિણતિ પ્રગટી છે. તે કાયમ રાખજે. એ પરિણતિના પ્રભાવથી તમે મારા દેવલેમાં આવી છેવટે શિવસુખના સાધક થઈ શકશો.” - મહાત્માનાં આ વચન સાંભળી તે ગૃહસ્થ સાનંદાશ્ચર્ય થઈ ગયે. તત્કાળ તેને તે મહાત્માના મિત્રધર્મનું સ્મરણ થઈ આવ્યું. તેના હૃદયમાં અદ્દભુત રસ પ્રગટ થઈ આવ્યા, અને શુભ પરિણામને પ્રવાસ વહન થવા માંડયું. તેણે વિનયપૂર્વક તે મહાત્માને વંદના કરી અને અંજલી જેડી કહ્યું, “મહાનુભાવ, આપને મહાન્ ઉપકા૨ મારા હદયમાં અતિશય ભક્તિભાવ ઉત્પન્ન કરે છે. હવે કપા કરી છેવટે ઉપયોગી ઉપદેશ આપી મારા આત્માને વિશેષ શુભ પરિણમી બનાવે.
તે ગૃહસ્થની આ પ્રાર્થના ઉપરથી મહાત્માએ કહ્યું, “ભદ્ર, મેં તમને પ્રથમથી કહેલું છે કે, દરેક મનુષ્ય ઇન્દ્રિય જય કરે. મન જ્યારે વિષયનું ચિંતવન કરે, ત્યારે તેને શેકવું. જો બરાબર મનને રોકવામાં આવે, તે પછી ઇદ્રિ વિષ તરફ આકર્ષી શકતી નથી. જેઓ આત્મસ્વરૂપને જાણતા નથી, તેઓ મન તથા ઇદ્રિના સ્વરૂપને ઓળખી શકતા નથી. એટલે તેમની મતિ એટલી અંધ થઈ જાય છે કે, વિષયનું અખંડ ચિંતન કરતાં છતાં તથા વિષયેથી તેમની ઇકિયે. પ્રત્યેક પ્રસંગે આકર્ષતી છતાં, તેઓનું મન વિષયચિંતન કરે છે. અને ને તેમની ઇન્દ્રિયે વિષય પ્રત્યે આકર્ષાય છે, તેનું તેમને ભાન પણ હેતું નથી. તેઓ વ્યવહારનું ચિંતન, વ્યવહારનું કથન અને વ્યવહારના પ્રસંગે સાથે ઇન્દ્રિયવૃત્તિને સંબંધ દિવસને મોટે ભાગ સેવે છે. તેઓ વ્યવહારનાં મોટાં મોટાં કાર્ય આરંભે છે, અને તેની વ્યવસ્થામાં તથા તેને ઉત્તમ પ્રકારે સિદ્ધ કરવામાં આખો દિવસ ગુંથાએલા રહે છે, અને એમ છતાં તેઓને સમજાતું નથી કે, તેઓને પ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com