________________
૧૯૪
જૈન શશિકાન્ત. ઉત્તર આપવાને અને તમારી ચિંતા દૂર કરવાને માટે જ મેં આ યુક્તિ કરી હતી. તે વિદ્વાન તે વખતે લજજાથી વિશેષ નહિ, પણ તેણે હદયથી પિતાની પુત્રીને ધન્યવાદ આપે. બીજે દિવસે તેણે રાજાની પાસે આવી કહ્યું કે, કામદેવને પિતા એકાંત છે.” રાજાના હૃદયમાં તે વાત યથાર્થ લાગી, અને તેથી તેણે વિદ્વાનને ઘણી કીંમતી ભેટ આપી, અને તેના વર્ષોશનમાં માટે વધારે કરી આપે.
હે ગૃહિશિષ્ય, આ દષ્ટાંત ઉપરથી દરેક ભવિજને સમજવાનું છે કે, જેણે પિતાના મનને વશ કર્યું નથી, અને જે મનરૂપી રથમાં બેસી ઇન્દ્રિયરૂપી અશ્વથી આકર્ષાય છે, તેવા મનુષ્ય જેનાથી વિષય વિકાર ઉત્પન્ન થાય, તેવા પદાર્થની સાથે એકાંતે રહેવું નહિ. મનને વશ કરનાર અને ઇદ્રિના વેગને અટકાવનાર એવા સમર્થ પુરૂષને માટે એકાંતનો ભય નથી, તથાપિ બનતાં સુધી કોઈપણ વિકારી પદાર્થની સાનિધ્યે તે એવા પુરૂષે પણ એકાંતે રહેવું નહિ. તેવા હેતુથી જ જેન ગીતાર્થ પુરૂએ લખેલું છે કે, “જ્યાં સ્ત્રી, પશુ, પંઢ ન હોય, તે સ્થળે મુનિએ નિવાસ રાખ.” ગુરૂના મુખથી આ વાત સાંભળી તે ગૃહસ્થ શિષ્ય ઘણેજ પ્રસન્ન થઈ ગયે, અને તેણે વંદના કરી ગુરૂને ઉપકાર માન્યો.
સપ્તત્રિશત બિંદ–ઇંદ્રિયજય.
"बिनेषि यदि संसारान्मोक्षप्राप्तिं च कांदसि । तदेंद्रियजयं कर्तुं स्फोरय स्फारपौरुषम् " || झानसार.
અથ-“જો તું આ સંસારથી બીતે હું, અને મોક્ષની પ્રાપ્તિની ઈચ્છા રાખતે હું, તે ઇન્દ્રિયને જયકરવાને તારું વિશાળ પરાક્રમ ફેરવ.”
'
ol,
હસ્થ શિષ્ય—હે ભગવન, કામદેવને બાપ એકાંત છે,
એ વાત કહી. તે સાંભળી મારા આત્માને ઘણો બંધ પ્રાપ્ત થયેલ છે. હવે તે વિષે મારા મનમાં એક શંકા
ઉત્પન્ન થાય છે કે, કદિ પુરૂષ વા સ્ત્રીને એકાંત વાસમાં રહેવાનું હોય અને દેવગે તે કોઈ વિકારી પ્રસંગ પ્રાપ્ત થઈ આવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com