________________
કામનો બાપ કોણ?
૧૯૩ ત્યારે તે વિદ્વાને પિતાની પુત્રીને રાજાએ જે પ્રશ્ન કર્યો હતો, તે બધી વાત જણાવી. આ વાર્તા સાંભળી તે ચતુર સુતા કેટલાક દિવસ સુધી કાંઈ બોલી નહિ.
તે વિદ્વાનને તે એકજ પુત્રી હતી. તેની માતા તેણીને બાલ્યવયમાં મૂકી મૃત્યુ પામી હતી. તે પુત્રીને તેજ નગરમાં કઈ પ્રતિષ્ઠિત ગૃહસ્થને ઘેર પરણાવી હતી. પુત્રી કઈ કઈવાર સાસરે જતી અને કઈ કઈવાર પિતાનું ગૃહકાર્ય કરવાને આવતી હતી. તે વિદ્વાનના ઘરમાં બીજું ગૃહકાર્ય કરવાને એક દાસી રહેતી, જે હમેશાં તે વિદ્વાનના ઘરનું પરચૂરણ કામ કરતી અને તેની પુત્રીની સાથે રહેતી હતી.
એક વખતે રાત્રિના પહેલા પહેરમાં ઉત્તમ પ્રકારને શૃંગાર ધારણ કરી તે પુત્રી સાસરે જવાને તૈયાર થઈ. પિતાની આજ્ઞા લેવા આવી, એટલે પિતાએ તેને રજા આપી. ચતુર પુત્રી ઘરના દ્વાર બાહેર જઈ પાછી વળી, અને તેણીએ પિતાને કહ્યું, આજે મને સાસરે જતાં અપશુકન થાય છે, માટે હું નહીં જાઉં. તેમ વળી તે એવાં અપશુકન થયાં છે કે, જેથી મારે જીવ બળ્યા કરે છે, માટે હે પિતા, કાંઈપણ મનોરંજક સાહિત્યની વાર્તા કરી મારા આત્માને આનંદ આપે. પુત્રી વત્સલ પિતાએ પછી પોતાની વિદ્વાન્ પુત્રીની સાથે મને રંજક વાર્તા કરવા માંડી. જેમ જેમ રાત્રિ થતી ગઈ, તેમ તેમ વાર્તામાં રસને જમાવ થતે ગયે. જ્યારે મધ્ય રાત્રિ થઈ ત્યારે એ શંગારધારિણી સુતાને જોઈ પિતાના હૃદયમાં વિકાર થવા માંડે. વિદ્વાને પિતા “આ પુત્રી છે એ વાત ભૂલી ગયો, અને તે કામાંધ બની ગયે. ડીવારે પુત્રીએ છટકી જવાના ઈરાદાથી દીપક બુઝાવી નાખ્યો અને તે ત્યાંથી છટકી ઘરની બહેર આવી. કામાંધ પિતા સંભ્રમથી પુત્રીને અંધકારમાં ફોધવા લાગ્ય, તેવામાં બહેર સંકેત કરી રાખેલી પેલી દાસી ઘરમાં આવી. દાસીને પુત્રી જાણ કામી પિતા વિષયાસક્ત બની ગયે. ક્ષણ વારે તેની ચતુર પુત્રી હાથમાં બીજો દીપક લઈ અંદર આવી, ત્યાં વિષય નિવૃત્ત થયેલે પિતા પશ્ચાત્તાપ કરતે હતે. તે પુત્રીને બહેરથી આવતી અને દાસીને અંદર રહેલી જોઈ આશ્ચર્ય પામ્યા. પુત્રીએ પિતાને શાંતિ આપવા કહ્યું, પિતાજી, તમે મહા પાપમાંથી બચ્યા છે. કાલે રાજાને કહેજો કે, કામને બાપ એકાંત છે. તે ઉપરથી જ નીતિશાસ્ત્રમાં લખ્યું છે કે, “એકાંતે પુત્રીને પણ ત્યાગ કરે.' રાજાના પ્રશ્નને Sh. R-૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com