________________
જ્ઞાની હંસ. :
૧૭૯ જે જ્ઞાની છે, તે રાજહંસ સમાન છે. રાજહંસ જેમ માનસ સરેવરને વિષે રમે છે, તેમ સમ્યગુઝાની પણ આત્મસ્વરૂપને વિવેચન કરનાર, અને સ્વસ્વરૂપ તથા પરસ્વરૂપને નિશ્ચય કરનાર જ્ઞાનમાં ૨મે છે. જે જ્ઞાની હોય, તે હેય તથા ઉપાદેય વગેરે ભેદેથી વસ્તુને સમ્ય પ્રકારે જાણનારે છે. તે મેહરૂપ અંધકારનો નાશ કરનાર અને રાગાદિ દેષના પાકને શેષણ કરવામાં સૂર્ય સમાન એવા સર્વજ્ઞભાષિત શાસ્ત્રમાં ઉતરે છે.
હે ભદ્ર, જે જ્ઞાન વસ્તુ છે, તે અદ્વિતીય વસ્તુ છે. તે વસ્તની પ્રાપ્તિ થવી ઘણી જ દુર્લભ છે. સર્વ સંતાપ શાંત થવાથી જીવ પિતાના સ્વરૂપમાં અવસ્થાન પામે, એજ અદ્વિતીય નિર્વાણ પદ કહેવાય છે, અને તે નિર્વાણપદમાં જેનાથી આત્મા વારંવાર તન્મય થઈ જાય છે, તે જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે. તે જ્ઞાન બીજા સર્વ જ્ઞાનથી પ્રધાનભૂત છે. તે જ્ઞાનને માટે આહંત વિદ્વાને એમ પણ લખે છે કે, સ્વભાવની પ્રાપ્તિને માટે જે સંસ્કાર એટલે સ્મૃતિરૂપ ધારણું તેને જે હેતુ તે જ્ઞાન કહેવાય છે. અહિં સ્વભાવને અર્થ અનંત જ્ઞાનદર્શન આનંદમચ આત્મસ્વરૂપ થાય છે. જ્યારે તે આવરણ રહિત થઈ પ્રગટ થાય, ત્યારે તેની પ્રાપ્તિ થયેલી ગણાય છે. આવું જ્ઞાન તેજ આત્માને હિતકા કારી છે, અને તેવા જ્ઞાનથી જ્ઞાની પરમાનંદને અનુભવી બને છે, અને આત્માનંદને પૂર્ણ ભેતા થાય છે. જ્યારે આવું સર્વોત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય, ત્યારે જીવની ગ્રંથિને ભેદ થઈ જાય છે. જ્યારે એ ગ્રંથિભેદ, કરનારૂં જ્ઞાન પ્રાપ્ત થયું, તે પછી બીજા શાસ્ત્રના અભ્યાસને કલેશ કરવાની જરૂર રહેતી નથી.
મુમુક્ષુ પુરૂષે પ્રશ્ન કર્યો, મહાનુભાવ, ગ્રંથિ એટલે શું? અને તેને ભેદ કેવી રીતે થાય? તે મને સમજાવો.
મહાત્માએ કહ્યું, હે ભદ્ર, જે કર્મથી રાગ, દ્વેષ તથા મિથ્યાત્વની પરિણતિ થાય, તે ગ્રંથિ કહેવાય છે. એ ગ્રંથિને ભેદનારું જે જ્ઞાન તે શુદ્ધ જ્ઞાન કહેવાય છે. એવું જ્ઞાન જેને પ્રાપ્ત થયું હોય, તેને વિવિધ પ્રકારના શાસ્ત્રબંધનની શી જરૂર છે? જો દષ્ટિ રાત્રિના અંધકારને હણનારી હોય, તે પછી દીપકશ્રેણીનું શું પ્રયોજન છે? મિથ્યાત્વ મે હનીય કર્મની સ્થિતિ ઉત્કૃષ્ટ સીત્તેર ડાક્રોડી સાગરોપમની છે. તે કની ગાંઠ આત્માની સાથે બંધાઈ છે. જ્યારે જીવ એગણતેર ક્રેડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com