________________
૧૭૮
જૈન શશિકાન્ત. પિતાના જ્ઞાનાષ્ટકમાં નીચે પ્રમાણે લખે છે–
“मजत्यज्ञः किसाझाने विष्टायामिव सूकरः ।
झान। निमज्जति झाने मरान इव मानसे" ॥१॥ “ડકર જેમ વિષ્ટામાં મગ્ન થાય છે, તેમ અજ્ઞાની જીવ અજ્ઞાનમાં મગ્ન થાય છે, અને આ હંસ જેમ માનસ સરોવરમાં મગ્ન થાય છે, તેમ જ્ઞાની પુરૂષ જ્ઞાનમાં મગ્ન થાય છે.”
આ શ્લેક સાંભળતાં જ તે મુમુક્ષુ પુરૂષ પ્રતિબુદ્ધ થઈ ગયે. તેના હૃદયમાં પ્રબોધને નિર્મળ પ્રકાશ પડી ગયે. તેનું શરીર માંચિત થઈ ગયું. તે આનંદના ઉભરામાં ઉભરાઈને બે —“ભગ વન, આપ મારા ખરેખર ઉપકારી ગુરૂ થયા છે. આ હંસ પક્ષી પણ મારે ઉપકારી છે. જેવા ગુરૂને માટે હું શેધ કરવા નીકળ્યું હતું, તેવા ગુરૂ મહારાજ મને અનાયાસે પ્રાપ્ત થઈ ગયા છે. મહાશય, આજથી હું આ હંસની જેમ જ્ઞાની થઈને આ માનસ સરેવર સમાન જ્ઞાનને વિષે મગ્ન થઈશ, અને વિછામાં ડુકકરની જેમ અજ્ઞ થઈ અજ્ઞાનમાં મગ્ન થઈશ નહિ. શાસનદેવ, આ મારી શ્રદ્ધાને દ્રઢ રબાવો.”
આટલું કહી તે મુમુક્ષુ પુરૂષે તે મહાત્માના ચરણમાં વંદના કરી અને પુનઃ વિજ્ઞપ્તિ કરી કે, હે મહેકારી ભગવદ્ , આપ મારે ઉદ્ધાર કરે, અને તે મહામુનિ યશવિજયજીની વાણીને વિશેષ પદ્ઘવિત કરી મને સમજાવે.
તે મુમુક્ષુની આ પ્રાર્થના ધ્યાનમાં લઈ તે મહાત્મા આ પ્રમાણે બેલ્યા–“હે ભદ્ર, સાંભળ. જે જીવ રાગાદિ શત્રુઓના સંઘનું નિ. વારણ કરવાને અસમર્થ છે, અને સ્વવસ્તુ તથા પરવતુના વિવેચનમાં નિપુણ નથી, તેમજ જેનામાં યથાર્થ જ્ઞાન નથી, તે અજ્ઞાની કહેવાય છે. તે અજ્ઞાની હમેશાં વસ્તુસ્વરૂપને અન્યથા રીતે પ્રગટ કરે છે, અને તેવા અજ્ઞાનમાં તે મગ્ન રહે છે. તેથી તે સ્વાદિષ્ટ અનાદિ પદાશેને છેડી વિષ્ટામાં મગ્ન રહેનારા ડુકકરના જે છે. ડુક્કર જેમ ખાવાના સારા પદાર્થોને છેડી વિષ્ટાને પસંદ કરે છે, તેમ સમ્યગ્રજ્ઞાન રહિત અજ્ઞાની જીવ સર્વ દુઃખને દૂર કરનાર અમૃત તુલ્ય સર્વજ્ઞ શાસ્ત્રને ત્યજીને કુશાસ્ત્રમાં ઉતરે છે. તે અજ્ઞાની સર્વ રીતે નિંદનીય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com