________________
૧૮૦
જૈન શશિકાન્ત. ક્રેડી સાગરોપમ કરતાં કાંઈક અધિક ભાગ ખપાવે છે, ત્યારે તે જીવ ગ્રંથિભેદ કરીને સમકિત ઉપાર્જન કરે છે. - તે મહાત્માનાં આ વચને સાંભળી તે મુમુક્ષુ જીવ હૃદયમાં પ્રસન્ન થઈ ગયે, અને તેણે પિતાના હૃદયમાં નિશ્ચય કર્યો કે, મારે કઈ પણ ઉપાયથી આ ગ્રંથિભેદ કરી આત્માને ઉદ્ધાર કરે. આ નિશ્ચિય કરી તે પુરૂષે તે મહાત્માને વિનયથી કહ્યું, “મહાનુભાવ, આપ પિતેજ મારા ઉદ્ધારક ગુરૂ છે. જો આપે આ જ્ઞાની હંસનું પ્રત્યક્ષ દષ્ટાંત ન દર્શાવ્યું હોત, તે મારા હૃદયમાં આ પ્રત્યક્ષ પ્રતિબંધ થાત નહીં.” આટલું કહી તે મુમુક્ષુ પુરૂષે તે મહાત્માને ગુરૂપદ આ પ્યું અને ત્યારથી તે તેની પાસે રહી તેમની વૈયાવચ્ચ કરવા લાગે, અને આખરે તે પિતેજ જ્ઞાની હંસ થઈ પિતાના આત્માને ઉદ્ધારક થયે હતે.
હે શિષ્ય, આવી રીતે જે પુરૂષ જ્ઞાનીરૂપ હંસના સમાગમમાં આવે છે, તે અમૃત, રસાયન અને ઐશ્વર્યરૂપ જ્ઞાનને પ્રાપ્ત કરે છે.
યતિ શિષ્ય પ્રશ્ન કર્યો, મહાનુભાવ, આપે જ્ઞાનને અમૃત, રસા. યન અને ઐશ્વર્યરૂપ કહ્યું, તે વિષે મને સમજાવે.
ગુરૂ– હે શિષ્ય, મેં જે જ્ઞાનને અમૃત, રસાયન અને ઐશ્વર્યરૂપ કહ્યું છે, તે કાંઈ મારી બુદ્ધિથી કહ્યું નથી, પૂર્વાચાર્યોને વચનને અનુસરીને કહેલું છે. તેને માટે ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ પિતાના જ્ઞાનાષ્ટકમાં નીચે પ્રમાણે લખે છે –
"पियूषमसमुद्रोत्थं रसायनमनौषधम् ।। अनन्यापेक्षमैश्वर्यं ज्ञानमाहुर्मनीषिणः ॥ १॥
“બુદ્ધિમાન પુરૂષે કહે છે કે, જ્ઞાન મુદ્રમાંથી નહિ ઉત્પન્ન થયેલું અમૃત છે, ઔષધિ વગરનું રસાયણ છે અને અન્ય વસ્તુની અપેક્ષા ૨હિત અધર્ય છે.”
હે શિષ્ય, જેમ પ્રસિદ્ધ અમૃત છે, તે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલું છે, એમ લાકિક કહેવત છે, પણ જ્ઞાનરૂપી અમૃત તેથી ભિન્ન છે. સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલું નથી, તથાપિ તે તેનું સેવન કરનારા આત્માને અજરામર કરે છે. વળી તે એષધને પ્રયોગ કર્યા વિના ઉત્પન્ન કરેલું રસાયન છે. જેમ રસાયન શરીરને વૃદ્ધિ અને પુષ્ટિ આપનારું છે, તેમ જ્ઞાનરૂપી રસાયન ધર્મરૂપી શરીરને વૃદ્ધિ તથા પુષ્ટિ આપનારું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com