________________
૧૩૭
જીવને ભૂતનો વળગાડ તે વળગેલા જીવને પ્રતિબંધ આપી જેનધર્મરૂપી નાવમાં બેસારે છે. વહાણ સમુદ્રમાં ચાલતાં તેને ખલાશીએ સારી રીતે સમજાવ્યું, તે છતાં ગાંડાઈને લઈને તેણે સમુદ્રમાં પડતું મૂકયું હતું. ખલાશીરૂપ ગુ. રૂ જીવને પ્રતિબોધ આપી જૈન ધર્મરૂપી નાવની પ્રાપ્તિ કરાવે છે. તે છતાં મનરૂપી પિશાચના વળગાડથી ગાંડા થઈ ગયેલે જીવ આ સંસારરૂપ સમુદ્રમાં પડતું મૂકે છે.
- હે વિનીત શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી દરેક ભવિ જીવે સમાજવાનું છે કે, જે મનરૂપી ભૂત વળગવાથી માણસ ગડે થઈ જાય છે, તે મનને વશ કરવું જોઈએ. જે માણસ પિતાના મનને વશ કરે છે, તે હમેશાં સ્વસ્થ રહી પિતાના કર્તવ્યને સારી રીતે બનાવી શકે છે. મનને વશ કરનાર મનુષ્ય જે ધર્મને પ્રાપ્ત કરે છે, તે પછી તે કદિપણ ધર્મમાં શિથિલે થતું નથી. જ્યારે ધર્મ ઉપર દઢતા પ્રાપ્ત થાય છે, એટલે પછી તે આ સંસારરૂપ સાગરમાં પડતું નથી. જેવી રીતે આ સંસારરૂપ સાગરમાંથી પિતાને ઉદ્ધાર થાય, તેવી રીતે તે સર્વ દા પ્રયત્ન કર્યા કરે છે. જે માણસ આ સંસારરૂપ મહાસાગરને તરવા જૈનધર્મરૂપી દુર્લભ નાવને પ્રાપ્ત કરે છે, તે માણસ સુખેથી એ મહાસાગરને તરી જાય છે. પણ જો તે મનરૂપી ભૂતના વળગવાથી ઘેલે થઈ જાય, તો તે પરિણામ વિચાર્યા વગર આ સંસારરૂપ મહાસાગરમાં પડે છે. તેવાજ ભાવને દર્શાવતે એક સ્મરણીય કલેક મુનિ સું દરસૂરિજી પિતાના અધ્યાત્મ કલ્પદ્રુમમાં લખે છે.
" लब्ध्वापि धर्म सकलं जिनोदितं सुर्वनं पोतनिनं विहाय च । मनःपिशाचग्रहित कृतः पतन् વાંચુ નાગતિનો બના” || ?
છે
.
* *
* *
SHI, K. ૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com