________________
૧૨૬
જૈન શશિકાન્ત. છોકરાઓ ટેળે ટેળે તેની પાછળ ભમતા હતા, અને તેની ઉપર ધૂળ તથા પથરો ફેંકતા હતા. આ પ્રમાણે અનેક જાતની વિડંબના પામતે તે ગાંડે ઘણેજ દુઃખી થયા હતા.
એક વખતે તેની તેવી નઠારી સ્થિતિ જોઈ કોઈ દયાળુ ગૃહસ્થને દયા ઉપજી, અને તેથી તે ગાંડા માણસને સુખી કરવાની ઈચ્છાથી ત્યાં આવેલા સમુદ્રના બંદર ઉપર લઈ ગયે, અને તેને સમજાવી એક સુંદર વહાણમાં બેસાડી બીજા દ્વિીપમાં મોકલ્ય, જે દ્વીપમાં આવનારા ગાંડા માણસે સાજા થઈ જતા હતા. તે ગાંડ માણસ પેલા ગૃ હસ્થના સમજાવવાથી તે વહાણુમાં બેઠે, અને ખલાશીઓએ તે વડા
ને આગળ હંકાર્યું. વહાણ ભર સમુદ્રમાં આગળ ચાલ્યું. ત્યાં તે ગાંડો માણસ સંભ્રમથી બેઠે થયે. તેને સંભ્રમ જોઈ પેલા ખલાશીએ જાણ્યું કે, આ માણસને ભૂત વળગ્યું છે, અને તેથી તે આવી ચેષ્ટા કરે છે. પછી ખેલાશી તે ગાંડ માણસને સમજાવા લાગે-“અરે ? ભલા માણસ, તું શા માટે આવી ચેષ્ટા કરે છે ? જરા શાંત થઈને બેસી જા. તને તારા સારા ભાગ્યે આ સુંદર વહાણ મળ્યું છે, તે તને પેલા બેટમાં લઈ જશે, જયાં પહોંચવાથી તું સાજો થઈશ, અને તારૂં ગાંડપણ દૂર થઈ જશે. ,
આ પ્રમાણે તેણે સમજાવ્યું, તે પણ તે ગાંડ માણસ સમજે નહિ, અને આખરે તેણે ઉન્મત્ત દશામાંજ તે ભરસમુદ્રમાં પડતું મૂકર્યું. જ્યાં તે ઘણેજ દુઃખી થયો.
હે વિનીતશિષ્ય, આ દષ્ટાંત ઉપરથી તમારે જે સમજવાનું છે, તે સાવધાન થઈને સાંભળો.
જે ગાંડ માણસ તે જીવ સમજે. તેને મનરૂપી ભૂત વળગી ને ઘેલે કરી દીધું છે. મન અનેક પ્રકારના સંકલ૫વિકલ્પ કરાવી માણસને ઘેલે બનાવી દે છે. જેમ ગાંડા થઈ ગયેલા માણસને છેકરાઓ ધૂળ તથા પથરા ફેકી હેરાન કરે છે, તેમ મનરૂપ ભૂતથી ગાંડા થયેલા જીવને આ સંસારના અનેક જાતનાં દુઃખ આવી પડે છે. જે કઈ દયાળુ ગૃહસ્થ તેની પર દયા લાવી તેને બંદર ઉપર લઈ ગયે, તે સત્સંગ સમજ. સત્સંગ થવાથી માણસ નઠારે હોય, પણ ક્ષણભર સારે માગે દેરાય છે. બંદર પર પહોંચેલા તે ગાંડા માણસને કઈ ખેલાશીએ વહાણમાં બેસાર્યો હતે. અહિં ખલાશીરૂપ ગુરૂ મનરૂપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com