________________
૧૨૪
જૈન શશિકાન્ત.
હું પ્રથમ સ્વ તથા પરના વિવેક રાખવા જોઇએ. ‘ આ વસ્તુ આત્માની છે આ વસ્તુ પરની છે’ એવે વિવેક કરવાથી મનુષ્ય આત્મગુણુમાં મગ્ન થાય છે. જ્યારે તે આત્મગુણમાં મગ્ન થાય છે, ત્યારે તેનામાં પૂર્ણતા એની મેળે પ્રાપ્ત થાય છે. આત્મગુણમાં નિમગ્ન થયા વિના કદિપણ પૂર્ણતા પ્રાપ્ત થતી નથી. તેથી પૂર્ણતાને ઇચ્છનારા પુરૂષે આત્મ ગુણમાં મગ્ન થવું જોઈએ. અહિં ‘મગ્ન થવું’ એટલે શું? એ પ્રથમ જાણવાનુ` છે. જે મનુષ્ય ઇંદ્રિયાને ઉપયેગ રાખી નિયમમાં રાખે છે, અને પેાતાના હૃદયમાં જ્ઞાનને નિશ્ચલ કરીસ્થાપે છે, અને તે જ્ઞાનમાં લય થઇ જાય છે, તે મગ્ન કહેવાય છે. જ્યારે મનુષ્ય જ્ઞાનસમુદ્રમાં આત્માને મગ્ન કરી તે આત્માના અનુભવમાં ઉપયેાગત્રત રહે છે, ત્યારે તેને પરવસ્તુ જે ખાહેરની પુદ્ગલિક વસ્તુ તેમાં પ્રવૃત્તિ કરવી, તે તેને ઝેર સમાન લાગે છે. એવા મસ પુરૂષ આ જગના તત્ત્વને જાણું છે. તેમજ આ જગત્ પરભાવને પોતે કર્યાં નથી. માત્ર સાક્ષીરૂપ જ્ઞાતા છે. એવું સમજે છે.
શિષ્ય— ગુરૂમહારાજ, એવા મમ્ર પુરૂષને શી રીતે આળખવેા’? તેનાં લક્ષણ કહેા.
ગુરૂ— હે શિષ્ય, તેવા મગ્ન પુરૂષને ઓળખવાનાં લક્ષણા કેવાં હાય ? તે સાંભળ. તેવા મમ્ર પુરૂષને પછી પૈલિક કથા નીરસ લાગે છે. તેને આ જગના પદાર્થોની ઇચ્છા થતી નથી. તે નિઃસ્પૃહ પુરૂષને પછી અ તથા કામ જરા પણ અંસર કરી શકતા નથી. તેનામાં તેજો કેશ્યા વધે છે, તેની ષ્ટિ કૃપાથી ભરપૂર રહે છે, અને તેની વા ણી અમૃતમય લાગે છે. એ જ્ઞાનમગ્ન પુરૂષને જે સુખ થાય છે, તેનું વર્ણન કરી શકાય તેમ નથી.
હે શિષ્ય, તે ઉપર એક કર્મવિદ્યારી પુરૂષનું દૃષ્ટાંત સાંભળવા જેવું છે. તે હૃષ્ટાંત હું તને કહું, તે સાંભળ.
કોઇ એક નગરીમાં કમવિદ્વારીનામે એક ગૃહસ્થ રહેતા હુતે. તેને એક સુંદર સ્ત્રી અને બે પુત્ર હતા તેને પેાતાની સ્ત્રી તથા અને પુત્ર ઉપર ઘણી પ્રીતિ હતી, તે હમેશાં પોતાના કુટુંબમાંજ મગ્ન થઇ રહેતા હતે. માત્ર પોતાના કુટુંબનેાનિર્વાહુ થાય તેટલું દ્રવ્ય.મેળવી તેમાં સંતાષ માની સ્ત્રી અને પુત્રના સુખ સામું જોઈ તે સદા ઘરમાંજ બેસી રહેતા હતા. તે કર્મવિદ્યારી કુટુંબમાહી હતા, ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com