________________
જૈન ધર્મ દર્શન
(ઉત્તરાર્ધ) નવ તર.
(૧) “જગત શી વસ્તુ છે?' એને વિચાર કરતાં, તે માત્ર બે જ તત્વરૂપ માલૂમ પડે છે-જડ અને ચેતન. આ બે તો સિવાય સંસારમાં ત્રીજું તત્વ નથી. અખંડ બ્રહ્માંડના સમગ્ર પદાર્થો આ બે તરોમાં આવી જાય છે.
જેમાં ચૈતન્ય નથી-લાગણી. નથી, તે જડ છે. એથી વિપરીત– ચૈતન્યસ્વરૂપ આત્મા છે. આત્મા, જવ, ચેતન એ બધા એક અર્થને કહેનારા પર્યાય શબ્દો છે. જ્ઞાનશક્તિ એ, આત્માનું મુખ્ય લક્ષણ છે.
જડ અને ચેતન અથવા જીવ અને અજીવ એ બે તત્તની વિશેષ વ્યાખ્યા કરવાની ખાતર એના જ પેટા ભાગનાં બીજા ત જૂદાં પાડી સમજાવવા જૈન શાસ્ત્રકારોએ બહુ પ્રતિપાદન કર્યું છે. એકન્દર નવ તવે ઉપર જેનદષ્ટિને વિકાસ છે.
“જિન” શબ્દ ઉપરથી “જૈન” શબ્દ બનેલ છે. “જિન” એ રાગ, દેવ આદિ સર્વ દેથી રહિત એવા પરમાત્માનું સાધારણ નામ છે. “ જીતવું' એ અર્થવાળા “તિ ધાતુથી બનેલું “જિન” નામ રાગ દ્વેષ આદિ સમગ્ર દેને જીતનાર એવા પરમાત્માને બરાબર લાગુ પડે છે. અહન, વિતરાગ, પરમી વગેરે “જિન” ને પર્યાય શબ્દો છે. “જિન”ના ભક્તો “જૈન” કહેવાય છે. જિનપ્રતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com