________________
.: ૭૬ છના હિત માટે ધર્મ પ્રવર્તાવવા દીક્ષા લીધી એટલે સાધુવ્રત અંગીકાર કર્યું. અને ત્યારથી તેઓ આદિ મુનિ કહેવાયા. લાંબા કાળ સુધી સાધુધર્મ પાળ્યા પછી પ્રભુને કેવળજ્ઞાન ઉપન્ન થયું. ત્યારપછી કેટલાયે વર્ષો બાદ ઋષભદેવ પ્રભુ અષ્ટાપદ પર્વત ઉપર નિર્વાણ પામ્યા અને મેક્ષે ગયા.
જૈન ગ્રંથે ગષભદેવના જમાનાને લાખો વર્ષો થઈ ગયાં એમ જણાવે છે. વળી તે વખતનું આયુષ્ય પણ હજારો વર્ષનું હતું, અને મનુષ્યની કાયાનું પ્રમાણ પણ ઘણું મોટું હતું.
ઋષભદેવે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી હતી. અને તેમણે પ્રવર્તાવેલા ધર્મમાં ચેરાશી હજાર સાધુઓ અને સાડા પાંચ લાખ શ્રાવિકાઓ હતી.
ઋષભદેવના પુત્રેએ જુદા જુદા દેશમાં રાજ્ય કર્યું તેમજ તેમના પ્રથમ પુત્ર ભરત બધા દેશ છતી લઈ પ્રથમ ચક્રવર્તી રાજા થયા. આ ઉપરથી એમ જણાય છે કે તે જમાનામાં અષભદેવે જેમ જેમ કળાઓ શીખવાડી તેમ તેમ પ્રજા બુદ્ધિશાળી, સંસ્કારી અને સભ્ય બનતી જતી હતી. આ રીતે સંસારને ઉપયોગી એવી કળાઓ અને આત્માને ઉપયોગી ધર્મ અને મેક્ષને ઉપદેશ કરી વિશ્વના પ્રથમ ઉપકારી થયા. ભ૦ મહાવીરઃ
પ્રભુ મહાવીરને જન્મ આજથી ૨૪૭૨ વર્ષ વિ. સં. પૂર્વે ૫૪ર. (ઈ. સ. પૂ. ૫૪૬) વર્ષે થયો હતો. તેઓ આ કાળમાં થઈ ગયેલા
વીશ તીર્થકરોમાં છેલ્લા તીર્થકર છે, અને ત્રેવીસમા તીર્થંકર પાર્થ નાથથી ૨૫૦ વર્ષ પછી જમ્યા હતા.
પ્રભુ મહાવીરને જન્મ એ સમયમાં થયું હતું કે જ્યારે આર્ય ધર્મના સાચા સ્વરૂપને બદલે માત્ર દેખાવ રહી ગયું હતું. બ્રાહ્મણોએ વર્ણભેદ ઘણે વધારી મૂક્યો હતો અને બધા ધાર્મિક, સામાજિક અને રાજકીય હક્કો તેમના હાથમાં જ હતા. શુદ્રોને તદ્દન નીચી પાયરીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com